Charchapatra

ડિજિટલ ઈન્ડિયાનું સત્ય?

તા. 15/10/2024ના રોજ VNSGU જવાનું થયું. હાલમાં શિક્ષક માટે ભરતી જાહેરાત આવી છે. ધોરણ 9,10, અને 11,12 ના શિક્ષક બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જેમણે સેમીસ્ટર પદ્ધતિમાં સ્નાતકની ડિગ્રી મેળવી હશે તેવા પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓ પાસે શિક્ષક બનવા લાયક જેમણે TAT-1 અને TAT-2 પાસ કરી હોય તેવા પૂર્વ વિદ્યાર્થીઓ VNSGU ના CGPA ના માર્ક અથવા ટકાની ગણતરી માટે વહીવટી તંત્ર પાસે જવાનું થાય છે. આખી પ્રક્રિયા ઓફલાઈન કરવામાં આવે છે. ફોર્મ ભરવા માટે બાજુની ઝેરોક્ષની દુકાનમાંથી લેવાનું હોય છે. તે મેળવવા માટે લાંબી હરોળમાં ઊભા રહેવું પડે છે. સમય સાથે ડિજિટલ આવકાર્ય, અહીં તો ભાવિ શિક્ષકોને ઓફલાઈનમાં ઊભા રહેવું.

હાર્ડ કોપી લઈ ફોર્મ ભરી વહીવટી વિભાગમાં રૂ.200 જમા કરાવવાના હોય છે. તે પણ ઓફ લાઈન. ત્યાં આવતાં વિદ્યાર્થીઓ ડાંગ, વાપી, વલસાડ, ડેડિયાપાડા, ઉમરપાડા, માંડવી, બારડોલી, નવસારી, ઓલપાડ, તાપી આમ દૂર દૂરથી પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓનો રાફડો જામે છે. જ્યાં તંત્ર VNSGUને G-PAYથી રૂપિયા ચૂકવી શકશે તો તંત્ર જવાબ આપે છે અહી online પ્રક્રિયા નથી offline મારફત પૈસા ભરી રસીદ મેળવો. આપણા લોકલાડીલા વડા પ્રધાનનું ડિજિટલ ઈન્ડિયા કેટલું સાર્થક? ગામડાંના છેવાડાના વિસ્તારમાં ડિજિટલ માટે કેવી અને કેટલી આશા રાખી શકાય! શિક્ષણ વિભાગના અને ભાવિ શિક્ષક પાસે offline પ્રક્રિયા કેટલી વાજબી?
તાપી     – ચૌધરી હરીશકુમાર એચ

ચર્ચાપત્રીઓ માટે ઈ-મેઈલ આશીર્વાદ રૂપ
વ્હાલા, ‘મિત્રે’પોતાની સૌથી વધુ વંચાતી કોલમ માટે ઈમેઈલ એડ્રેસ શરૂ કરી એકવીસમી સદી સાથે કદમ મિલાવ્યા. જે માટે સૌ ચર્ચાપત્રીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. વર્તમાન મોંઘવારી ઘટાડવા સરકાર કંઈ કરતી નથી. જ્યારે ‘મિત્રે’તો સૌ ચર્ચાપત્રીઓનાં કુરિયર અને ટપાલ ખર્ચ જરૂર બચાવ્યો.
તાપી    – પ્રકાશ સી. શાહ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top