આણંદ : `ડો. કુરિયન મીઠા બોલી માણસ હતાં. દૂધ આપણી ઇજ્જત છે. તેમાં માતાની લાગણી સમાયેલી છે, દૂધમાં શુરવીરતા સમાયેલી છે, ગુજરાતના સાહિત્યમાં તેનું સ્થાન છે. કોરોનાકાળમાં દૂધની કિંમત સમજાઇ હતી. સમગ્ર દુનિયામાં ફક્ત ગાયના જ મળ – મુત્ર પવિત્ર માનવામાં આવે છે. દેશમાં ફરી ઓર્ગેનીક ખેતીનો સમય આવી રહ્યો છે.’ તેમ કેન્દ્રિય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ એનડીડીબી ખાતે ડો. કુરિયનની 100મી જન્મ જયંતિ અને મિલ્ક ડેની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ડો. કુરિયનને મહેનત કરી અમુલનું માળખું ઉભુ કર્યું છે, જેના ફળસ્વરૂપ અત્યારે અમુલ બધે લોકપ્રિય છે. ગાય અને ગાય આધારિત વ્યવસાય એ આપણા દેશની પ્રકૃતિ સાથે જોડાયેલો ઉત્તમ વ્યવસાય છે. સરદાર પટેલનું સ્વપ્ન, ત્રિભુવનદાસ પટેલની તપશ્ચર્યા અને ડો.કુરિયનની કર્મનિષ્ઠાને કારણે આજે અમૂલ ટેસ્ટર ઓફ ઇન્ડિનયા તરીકે ગૌરવ લઇ રહ્યાં છીએ.
આણંદના એડીડીબી ખાતે કેન્દ્ર સરકારના એક જ વિભાગના ત્રણ મંત્રી અને સચિવ હાજર રહ્યાં હોય તેવો પહેલો પ્રસંગ હતો. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી અંતર્ગત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) ખાતે મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે મસ્ત્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગ માટે પોર્ટલનું લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ થકી રાજ્યના પશુપાલકોને સારી નસલની ગાય, ભેંસ ખરીદવા માટે જે પંજાબ અને હરિયાણા જવું પડતું હતું. તે હવે આ પોર્ટલના માધ્યમથી ઘરે બેઠાં જ આંગળીના ટેરવે ખરીદી શકે તેવી વ્યવસ્થા પુરી પાડવાનું કામ કેન્દ્ર સરકારે કર્યું છે. આ પ્રસંગે એનડીડીબી દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા બનેલાને બેસ્ટ ડેરી કિસાન, બેસ્ટ એઆઈ સેવા, બેસ્ટ ડેરી સહકારી સમિતિ અને ગોપાલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત ડૉ. વર્ગીસ કુરિયનની પુત્રી નિર્મલા કુરિયન દ્વારા લિખિત “ધ અટરલી-બટરલી મિલ્કરમેન” પુસ્તિતકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના ધમરોડ અને કર્ણાટકના હેસારગુથ્થાપ ખાતે પીપીપીના ધોરણએ બે આઇવીએફ લેબોરેટરીનું લોકાર્પણ, વેબપોર્ટલ આધારિત બ્રીડ મલ્ટીએપ્લીકેશન યોજના, અર્બન ઓર્ગેનીક ન્યુનટ્રી કીટ અને સ્ટાર્ટ અપ ગ્રાન્ડુ ચેલેન્જ ર-ર.૦નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એનડીડીબીના ચેરમેન મીનેશભાઇ શાહએ સ્વાગત પ્રવચન કરી વિશ્વ દૂધ દિવસે આયોજિત વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. આ ઉપરાંત કેન્દ્રિય રાજ્ય મંત્રી સંજીવ બાલિયાન, ડો. એલ. મુરૂગન, સાંસદ મિતેષ પટેલ, ડો. વર્ગીસ કુરિયનના પુત્રી નિર્મલા કુરિયન, પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન, એનડીડીબીના ટીમના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારી, ગોપાલકો, ખેડૂતો વિવિધ સહકારી અને દૂધ મંડળીના આગેવાનો અને અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
ડો. કુરિયનના મતે દેશભક્તિ એટલે દેશના ગ્રામીણ વિસ્તારને આગળ વધારવા ઃ ડો. આર.એસ. સોઢી
જીસીએમએમએફના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ડો. કુરિયનની આ પહેલ દ્વારા એક તરફ 10 કરોડ પશુપાલકને રોજગારી મળે છે. જ્યારે બીજી બાજુ દેશની 130 કરોડની વસતીને બાંહેધરી મળે છે કે, ન્યુટ્રીશ્ય મળી રહેશે. ડો. કુરિયનનો જન્મ દિવસ ફક્ત અમુલના જ લોકો નહીં, પરંતુ આણંદના બધા જ લોકો ઉજવે છે. અમુલના નામથી અલગ જ સન્માન મળે છે. અત્યારે પણ ડો. કુરિયનના આદર્શ સાથે આગળ વધવું જોઈએ. આપણી ભાવી પેઢીને આપવું જોઈએ. આણંદ જેવા નાના શહેરમાં મિશીગનથી આવ્યા બાદ ખેડૂતોની વ્યથા જોઇને દ્રવિ ઉઠ્યાં હતાં. આ વ્યથા દુર કરી ખેડૂતોને આગળ વધારવા માટે અમુલની સ્થાપના કરી હતી. અમુલ માટે આખી જીંદગી આપી દીધી હતી. ડો. કુરિયનના મતે દેશભક્તિ એટલે દેશના ગ્રામીણ વિસ્તારને આગળ વધારવા. તેઓ હંમેશા દુરંદેશી વિચારતાં હતાં અને ખેડૂતનું ભલુ થાય તેવું કામ કરતાં હતાં. 1983માં જયપુરમાં ફરજ દરમિયાન ડો. કુરિયનને લેવા એરપોર્ટ પર ગયાં હતાં, ડો. કુરિયને કહ્યું હતું કે, તમને અહીં કોણે બોલાવ્યાં હતાં ? તમને બીજું કોઇ કામ નથી. તેમ કહી ખખડાવી નાંખ્યાં હતાં. ડો. કુરિયન જુનિયરની રાઇ હંમેશા લેતાં હતાં. કારણ કે, જો સિનિયરની રાય લે તો જુનિયર પણ સિનિયરની હામાં હા ભણી દે અને પોતાની મનની વાત ન કરી શકે.
બધા જ ક્ષેત્રમાં ડો. કુરિયન જેવા માણસ હોત તો દેશ વધુ આગળ હોત
ડો. સંજીવકુમાર બાલયને જણાવ્યું હતું કે, 1989માં પ્રથમ વખત ડો. કુરિયનનું નામ સાંભળ્યું હતું. હું અગાઉ આણંદ આવ્યો ત્યારે ડો.સોઢીએ ડો.કુરિયનના જીવન ચરિત્ર પરની પુસ્તક આપી હતી. આ પુસ્તક વાંચ્યાં બાદ મને તેમના વિશે વધારે જાણવા મળ્યું હતું. હું 2014થી આ ક્ષેત્રે જોડાયેલો હોવા છતાં 2020માં ઓળખી શક્યો છું. જો બધા જ ક્ષેત્રે ડો. કુરિયન જેવા હોત તો આજે આપણો દેશ ટોચ પર હોત. ત્રિભોવનદાસજીએ ઉધારના પૈસા લઇને અમુલની સ્થાપના કરી હતી. બીજા રાજ્યમાં પણ કો-ઓપરેટિવ બનાવવા કોશીષ કરી હતી. પરંતુ તે નિષ્ફળતા રહી હતી. પરંતુ ગુજરાતના લોકોમાં કો-ઓપરેટીવની ભાવના હોવાથી અહીં સફળતા મળી છે. અમુલની સ્થાપના સમયે ડો. કુરિયનને ઘણા લોકો અડચણ બન્યાં હતાં. પરંતુ જે મળતાં તે તેમના મિત્રો બની જતાં હતાં. એનડીડીબીએ મૃતપાય કો-ઓપરેટીવ સેકટરે ફરી પ્રાણ ફુંકવા જોઈએ. મલ્ટીનેશનલ કે ખાનગી કંપની આવશે, તો ખેડૂતોનું ભલુ નહીં શકે, આથી, કો-ઓપરેટીવ સંસ્થા હોવી જરૂરી છે.
એનડીડીબી દ્વારા પશુપાલકોને 200 મિલ્કો બાઇક આપવામાં આવશે
એનડીડીબીના ચેરમેન મિનેશ શાહએ જણાવ્યું હતું કે, ડો. કુરિયનના જન્મદિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવાય છે. ડો. કુરિયન મહાન સંસ્થાઓ બનાવનાર વ્યક્તિ હતાં. તેમના દ્વારા બનાવવામાં આવેલી બધી સંસ્થાઓ ગ્રામણી વિસ્તારની નિઃસ્વાર્થભાવે સેવા કરે છે. જે ગ્રામીણ અર્થવ્યવસ્થાનો આધાર છે. એનડીડીબી અને આઈડીએમસી દ્વારા મિલ્કો બાઇક બનાવવામાં આવી છે. જેના થકી પશુઓ દોહવાનું સરળ બનશે. જોકે, પ્રથમ તબક્કામાં 200 જેટલી મિલ્કો બાઇક આપવામાં આવશે. આ ઉપરાંત બ્રીડ મલ્ટીપ્લીકેશન ફાર્મ યોજના બનાવવામાં આવી છે. જેના થકી સ્વદેશી નશ્લને આગળ વધારી શકાશે. આઈવીએફ લેબ પણ વિકસાવવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા ગોબર આધારીત ફર્ટીલાઇઝર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે બે મહિલા ખાદ્ય સમિતિ, આણંદ બનાવવામાં આવી છે. જેમાં મુંજકુવાની ખાદ્ય સમિતિની મહિલાઓ દ્વારા ન્યુટ્રીશ્યન કિટ બનાવવામાં આવી છે.
વચેટિયા દુર કરવા હજુ અમુલ જેવી બીજી કો-ઓપરેટીવ સંસ્થા બનાવવાની જોઈએ
કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગના ચીફ સેક્રેટરી અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, આખા દેશમાં ફક્ત 20થી 25 ટકા દૂધ જ વચેટિયા વગર વેચાય છે. બાકી બધે વચેટિયા હજુ પણ સક્રિય છે. આથી, વચેટિયા દુર કરવા હજુ અમુલ જેવી બીજી કો-ઓપરેટીવ સંસ્થા બનાવવાની જોઈએ. આપણા પ્રધાનમંત્રીએ સહકારી વિભાગ બનાવ્યો છે. જે ફક્ત સહકારી વિભાગ માટે કામ કરશે. બધા જ ઉત્પાદન ફક્ત દુધ જ એવું છે કે જેની ઉત્પાદન મુલ્ય વધુ હોય છે. વર્ષે દુધની ઉત્પાદન મુલ્ય સાત લાખ કરોડ છે, જ્યારે ઘઉં અને ચોખા ચાર લાખ કરોડ છે. દેશમાં 2014 પછી દુધ ઉત્પાદન ત્રણ વધ્યું છે. દેશમાં પશુ દીઠ દુધ ઉત્પાદન વર્ષે 2 હજાર કિલોગ્રામ છે. 2014થી દુધ ઉત્પાદન વધારવાના પ્રયત્ન કરાયાં છે, જેમાં 17 થી 20 ટકા જેટલું ઉત્પાદન વધ્યું છે. કોરોના સમયે માત્ર દૂધની ગુણવત્તા અને રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન આપવામાં આવ્યું હતું. હાલ પશુપાલન વિભાગ દ્વારા આઈવીએફ લેબ બનાવવામાં આવી રહી છે, જેમાં એક ગાય બે વરસમાં 125 વાછરડાને જન્મ આપી શકશે. જે સામાન્ય રીતે એક વર્ષમાં એક જ વાછરડું હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે, દુનિયાની સૌથી વધુ ફંડીંગ કરતી કંપની ગુગલ અને એપલને આપે છે. તે કંપનીએ સામેથી અમુલમાં ફંડીંગ કરવા પ્રસ્તાવ મુક્યો છે.
ડો. કુરિયને નાના માણસોનું જીવન ધોરણ બદલી નાંખ્યું હતું
રાજ્યકક્ષાના મંત્રી એલ. મુર્ગને જણાવ્યું હતું કે, મને ખુશી છે કે સરદાર પટેલની કર્મભુમી પર આવવાની તક મળી છે. ડો. કુરિયન મહાન માણસ હતાં. જેમણે દેશમાં શ્વેતક્રાંતિ લાવીને દૂધ ઉત્પાદનમાં ટોચ પર પહોંચાડી દીધો છે. ડો. કુરિયને નાના માણસોનું જીવન ધોરણ બદલી નાંખ્યું હતું. દેશ – દુનિયામાં અમુલના માધ્યમ થકી આજે કરોડ કુટુંબોને આ વ્યવસાય ક્ષેત્રે રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. પશુ સંવર્ધન અને ડેરીના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે સરકારે પગલાં લીધા છે, જેના ભાગરૂપે સરકારે રાષ્ટ્રીય ગ્લોબલ મિશન લોન્ચિ કર્યું છે. જેમાં 54 હજાર કરોડનું રોકાણ કરાયું છે, જે આ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ છે.
સાથે મળીને કામ કરી શકાય
ડીએએચડીના જોઇન્ટ સેક્રેટરી વર્ષાબહેન જોશીએ જણાવ્યું હતું કે, આજના દિવસે આપણે બધા ભેગા છીએ, તે બહુ મોટી વાત છે. સવારે યોજાયેલા વોકેથોનના સાઇનબોર્ડ પર લખેલું હતું કે, ધ વોક ઇઝ નોટ કોમ્પીટેટીવ, ઇટ ઇઝ કો-ઓપરેટીવ. એટલે કે સાથે મળીને કામ કરી શકાય. નહીં કે એકલા અથવા હરિફાઇ કરીને. હાલમાં અમુલનુ દુધ ઉત્પાદન કુલ 200 મિલિયન ટન છે. એટલે કે માથાદીઠ 400 ગ્રામ દૂધ છે. દેશમાં દૂધની કમાણીમાંથી 70 ટકા પશુપાલકોને મળે છે.