બુધવારની દર્પણ પૂર્તિમાં પ્રકૃતિ સુંદર શા માટે છે ભાણદેવ ગામે પ્રગટ થયેલ લેખના અંતે તેઓએ પ્રકૃતિના સૌંદર્યને કામોત્તેજક ચાલબાજી ગણાવી સર્વથા આ જ એક માત્ર હેતુ ગણાવે તે માનવી દૃષ્ટિનું દૌર્બલ્ય લેખાવી લખ્યું છે કે અસ્તિત્વના વ્યાપકતમ સ્વરૂપને વ્યાપકતમ દૃષ્ટિથી નિહાળીએ તો જ સૌંદર્યનો સાચો અર્થ પ્રગટે તે હકીકત છે. એ જ રીતે નિલેશ મોદીજીએ જયોતિષ શાસ્ત્રીની કુંડળી કોલમમાં જયોતિષના મૂળમાં ખગોળ છે કહી જયોતિષ વિષે વૈજ્ઞાનિક તલસ્પર્શી માહિતી આપી છે તો ભરત ઘેલાણીજીએ કલોઝઅપ જિંદગી કોલમમાં આધુનિક સંશોધન વળે શકય છે કે મહાભારત રામ રાવણ યુધ્ધ આપણે નજરોનજર જોઇ શકીશું.
આમ આપણા મિત્રની દર્પણ પૂર્તિમાં મિત્રએ ત્રિવેણી સંગમ રચી પ્રકૃતિ આપણા વેદમાં રહેલા જ્ઞાન વિજ્ઞાન અને આધુનિક સંશોધનો દ્વારા તેને ઉજાગર કરતું જ્ઞાન વિજ્ઞાન પરોસ્યુ છે તે વાચકોની વેદ પુરાણમાં રહેલ જ્ઞાન વિજ્ઞાન માટે નિપજતી શંકાને ઘણે અંશે દૂર કરે છે. આવું તો આપણા મિત્ર એવું ‘ગુજરાતમિત્ર’ જ કરી શકે. પ્રખર વિચારક વતી રજનીશજીએ પણ કહ્યું છે કે શબ્દો આપણા મુખમાં નહીં, આપણે જે બોલીએ છીએ તે શબ્દો હવામાં જ રહે છે અને હવામાં જ રહેલા હોય છે. એમ કહી ઉમેર્યું છે કે આધુનિક વિજ્ઞાન સંશોધન કરશે, ધ્વનિ વિજ્ઞાન પર તો કયારેક આપણે સૌ શકય છે કે શ્રીકૃષ્ણના મુખથી વ્રત ગીતા જ્ઞાન તેમણે અર્જુનને પ્રબોધ્યું છે તે સાંભળી શકીશું એ બધી ભવિષ્યની વાતો થઇ, પણ આપણા વેદ પુરાણ જેવા શાસ્ત્રોમાં જે વિજ્ઞાન રહેલું છે તેને કયારેક તેનો વિરોધ કરનારા આધુનિક સંશોધનકારો જ વર્તમાનમાં વેદ પુરાણોમાં સમાવિષ્ટ વિજ્ઞાનને સંશોધન દ્વારા પુષ્ટિ આપી રહ્યા છે. પ્રમાણ આપી રહ્યા છે તો સાચે જ આનંદ અને ગૌરવ આપનારી બીના બની રહે છે.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.