Charchapatra

સનાતન ધર્મનું સાચું સ્વરૂપ

સનાતન ધર્મનું સાચું  સ્વરૂપ અનેક સંપ્રદાયોમાં  વહેચાયેલો હોવાથી એકેશ્વરવાદઇઓના  હાથે મશ્કરીના પાત્ર  બનેલા સનાતન ધર્મનું સાચું સ્વરૂપ શું હોઈ શકે તે   અનુપ શાહે  મારો ઈશ્વર મારો ધર્મ વિભાગમા( સત્સંગ તારીખ (1/3/ 2021)માં સ્પષ્ટ કર્યું છે નિરંજન નિરાકાર ઈશ્વર એ    આપણે ફિલોસોફીનું   સત્વ છે.

સંપ્રદાયો અને વિધિવિધાન માં અટવાયેલા આપણાં ધર્મને આપણે સાચી રીતે ઓળખી શકતા નથી અને જાણે-અજાણે આપણે ધર્મને   મશ્કરીમાં સામેલ થઈ જઈએ છીએ. શ્રદ્ધા અંધશ્રદ્ધા તરફ લઈ જઈ શકે પણ જ્ઞાનપિપાસા સચરાચરમાં   વ્યાપ્ત ઈશ્વરની ઓળખ કરાવી શકે એ વાત અનુપભાઈ શાહે સરળ  રીતે સમજાવી દીધું છે.

આપણું તત્વજ્ઞાન    કંકર  મેં શંકર થી માંડીને    હિરણ્યગર્ભ  સુધી અને       અંડ થી  બ્રહ્માંડ સુધી વ્યાપ્ત છે. આપણે પરમાણુ થી માંડીને અનેક વિશ્વ સુધી  સૃષ્ટિ નો વ્યાપ હોવાનું  જાણ્યું છે. 

આકાશગંગાઓ નો તેમજ  મહાકાળી  સૃષ્ટિના   વિલય તેમજ સર્જન જેવી બાબતો ના  વર્ણન આજની બ્લેક હોલ જેવી  ખગોળની વાતો સાથે   મેળ ખાયછે એમ નથી લાગતું?  આજની અદ્યતન શોધ વગર પણ આપણું ધર્મ શાસ્ત્ર અનેક વૈજ્ઞાનિક રહસ્યો ધ રાવે છે પણ આજના જ્ઞાનના મૂળ આપણા ધર્મમાં શોધવાની પ્રવૃત્તિની  મજાક ઉડાવાય છે પણ તેનાથી  આપણું જ્ઞાન  નીચું નથી પડતું.

વેદ ઉપનિષદ તેમજ ગીતાદ્વારા સનાતન ધર્મનો જેમ ઊંડો અભ્યાસ કરો   તેમ ખબર પડે કે આજના વિજ્ઞાનની ઘણી શોધો અને સિદ્ધાંતો એક યા બીજી રીતે સનાતન ધર્મના ગ્રંથોમાં  રહેલા છે આજના  હિન્દુત્વ વિરોધી  વાવાઝોડામાં જ્ઞાનની સાચી    તરસ  ને દબાવી દેવામાં આવે છે અનુપભાઈ શાહે જ્ઞાન પ્રાપ્તિ માટે પૂર્વગ્રહ    છોડી  દેવાનું પોતાના વિચારો  દર્શાવી આપણને  પરોક્ષ રીતે સૂચન કર્યું છે.

સુરત     – દીપ્તિ જે. ચિતણિયા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top