Charchapatra

સજ્જનોને પડેલા કષ્ટ

‘શુક્રવારની રજા’ જોતાં ધ્યાનમાં આવ્યું કે લોર્ડ જીસેસ ક્રાઈસ્ટને એક શુક્રવારના દિવસે શૂળી પર ચડાવવામાં આવ્યા હતા. આવું જ કંઇક ભારતીય સંસ્કૃતિની વાત મહાભારતમાં પણ છે. પાંડવો-કૌરવો બન્ને પક્ષના પૂજનીય એવા ભીષ્મ પિતામહને પણ શૂળી કરતાં પણ ભયાનક એવી બાણશય્યા પર સૂવું પડેલું. આ બન્ને જણાને જે કષ્ટ પડયું એનો પછી વિચાર કરીએ. સૌ પ્રથમ તો ધ્યાનમાં એ લેવાનું છે કે આવું કૃત્ય કરનાર તેમનાં પોતાનાં જ લોકો હતાં. તેમ છતાં પણ તેઓને શાપ આપવા કે દોષ દેવા કરતાં આ બન્ને જણાએ વિશ્વશાંતિને ધ્યાનમાં રાખી પુનર્જન્મ લીધો હતો કે પછી બાણશય્યા પર સૂતાં સૂતાં ‘શાંતિપર્વ’’માં લખાયેલ વાતો કરી હતી.

આજે જયારે ઈન્ટરનેટના યુગમાં જાણકારીના ભંડાર ખોલવા સરળ થયું છે ત્યારે વિવિધ સંસ્કૃતિનાં આવાં દૃષ્ટાંતોની જાણકારી મેળવીએ એ જ અપેક્ષા.ભૂતકાળની આવી વાતો માત્ર નથી, વર્તમાનમાં સંભવ છે. એકાદ દાયકા અગાઉ પોતાના જ ‘દેશવાસીઓ’ દ્વારા અપાયેલી શારીરિક-માનસિક વેદનાઓ સહન કર્યા પછી પણ ભારતીય સેનાના એક કર્નલના શબ્દો છે, ‘લવ યોર કન્ટ્રી’, ‘સર્વ યોર કિન્ટ્રી’ બસ તો અંતમાં આવી વિરલ વિભૂતિઓને પ્રણામ.
સુરત     – ચેતન જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top