આંદામાનના એક ટાપુના અને આફ્રિકાના આદિવાસીઓ આપણા કરતા પણ સુખી છે. તેઓ એટલા બધા દુન્યાથી પ્રલોભ નથી અલિપ્ત છે કે બહારના આગંતુકને સખ્ત પ્રવેશ બંધી છે. જોગાનું જોગ આ લોકોના પ્રદેશમાં, ઉપરથી વિહરતા પ્લેનના પાયલોટે કોકોકાલાની કાચની બાટલી અજાણતા જ નાંખી કુતુહલવશ ગામના આદિવાસીઓ આ ચકચકિત પદાર્થના સંપર્કમાં આવ્યા તેનો ઉપયોગ વનસ્પતિ છુંદવામાં, સાપને બાટલીમાં પુરવા, કંદમુળને લસોટવામાં વિગેરેમાં ઉપયોગ કરવા લાગ્યા. બીજા લોકો આ અચાનક મળેલી સગવડથી વંચિત રહી ગયા. અહિથી પ્રલોભનોની શરૂઆત થઇ, વસ્તુ એક આકર્ષણ અને ઉપયોગ અનેક વંચિત રહી ગયેલાં આદિવાસીઓ આ ચીજ મેળવનાર પર કબ્જો જમાવવા હિસંક હુમલા કરાવ લાગ્યા આથી નારાજ થયેલા કબીલાના મોવડીએ નક્કિ કર્યું કે ન બજેગા બાંસ ન બજેગી વાંસૂરી, લડાઇ, ઝગડા અને કબ્જો મેળવવા આ એક જ ચીજ સર્વે દુખાનું મૂળ છે. નિરાકરણરૂપે આ અચાનક મળેલી ચીજ (બાટલી)ને દરિયામાં દુર સુધી ઘા કરી, કજીયાના મૂળને દૂર કરી, પ્રાથમિક અવસ્થાના સુખ શાંતિના માહોલમાં પાછા ફર્યા.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આદિવાસીઓ સુખી હતા
By
Posted on