હાલમાં વોટસ અપ પર ગુજરાતની આદિવાસી મહિલાઓનું અનોખુ રેન્ટોરન્ટ વનશ્રી રેસ્ટોરન્ટ વ્યારા ખાતે (તાપ્તી લાઇન) પર આવેલ છે. દેશી પધ્ધિતિથી જેવી કે લાકડા તથા કોલસા પર હાસલ રસોઇ થાય છે. આદિવાસી ભોજન જેવું કે ચોખાના રોટલા બાજરાના રોટલા- જુવારના રોટલા- નાગલી ચોખાના રોટલા- અરડની દાલ- કોહરાનું સૂપ, દૂધી- ભાજીના ભજીયા- ડાંગીના લાડુ વિગેરે વિગેરે બહેનો દ્વારા બનાવે છે.
રસોઇ બનાવતી વખતે લેડીસ હેર કેપ પહેરવામાં આવે છે. મને લાગે છે કે દેશી પણ છે અને આધુનિક ચોખ્ખાઇ પણ છે. પીરસણીયા પણ ફકત આદિવાસી બહેનો હોય છે. મારા અંદાજ પ્રમાણે લગભગ 10 બહેનોનો સ્ટાફ હશે.
આદિવાસી વાનગીનો સ્વાદ માણવા દૂરદૂરથી અનેક લોકો લાભ લે છે. સંચાલિકાનો મુખ્ય હેતુ આદિવાસી વાનગીનો પ્રચાર થાય તથા બહેનો પગભર થાય તેમના દ્વારા બીજી જાણકારી મળી કે એક એક બહેન દર મહિને 7500 (સાડા સાત હજાર) કમાય છે હવે આદિવાસી મહિલાઓ પણ પુરૂષ સમોવડી થાય છે. જયારે તેમાં તાપ્તીલાઇન (વ્યારા) બાજુ જાવ તો ઉપરોકત રેસ્ટોરન્ટનુ અવશ્ય મુલાકાત લઇ તમારો આંખે દેખો હેવાલ દૈનિક પેપરના માધ્યમથી પ્રજાને વાકેફ કરશો તેજ વિનંતિ.
સુરત – મહેશ આઇ. ડોકટર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.