તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરમાં હવે અવનવા ફૂડ અને મિઠાઇ સાથે આરોગી શકાય તેવા વાસણોનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શહેરમાં પ્લાસ્ટીકનું પ્રદુષણ ઓછું થાય અને ઈકોફ્રેન્ડલી વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી હવે ફૂડ સાથે ખાઈ શકાય તેવી ચમચી, કાંટા અને બાઉલનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફૂડની સાથે ચમચી અને બાઉલ પણ ખાઈ શકાય છે, જેથી પ્લાસ્ટીક કચરો ભેગો થતો નથી. આ વાસણો બાયોડિગ્રેડેબલ હોય છે. જાણો સિટીમાં છવાયેલા આ અવનવા ટ્રેન્ડ વિશે.
- ચમચી
આ સ્પૂનની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ કર્યા પછી તેને ખાઈ પણ શકાય છે. આ સ્પૂન ઘઉં, બાજરી અને જુવારના લોટમાંથી બનાવવામાં આવે છે. જેમાં પેરીપેરી, ચોકલેટ, મેથી, જીરા અને નેચરલ હર્બ્સ વગેરે જેવા ફ્લેવર એડ કરવામાં આવે છે. આ ચમચી સંપૂર્ણ રીતે બાયોડિગ્રેડેબલ છે.
- બાઉલ
આ બાઉલની ખાસિયત એ છે કે તેમાં સુપ, સંભાર અને દાળ પીધા પછી બાઉલને આરોગી શકાય છે. તેમાં પણ ચોકલેટથી માંડીને જીરા, ચાઈનીઝ, પંજાબી વગેરે ફ્લેવર આવે છે. આ પ્રકારના બાઉલને કારણે પ્રદૂષણ ઓછું થાય છે અને તે બાયોડિગ્રેડેબલ હોવાથી તેને ખાતરમાં પણ પરવર્તિત કરી શકાય છે.
- આ રીતે બનાવી શકાય
ખાઈ શકાય તેવી ચમચી, કાંટા અને બાઉલ બનાવવા માટે તેનું અવન જેવું મશીન માર્કેટમાં ઉપલબ્ધ છે. તેમાં લોટ બાંધીને તેને ચમચી અને બાઉલના આકારમાં ઢાળીને તેને મશીનમાં મુકી ગ્રીન લાઈટ થાય ત્યાં સુધી ગરમ મુકતા તેમાંથી સોલિડ ફોર્મમાં ખાઈ શકાય તેવી ચમચી અને બાઉલ બનાવી શકાય છે.