રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં અવનવી રાખડીઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે સ્માર્ટ સિટી સુરતમાં બહેનોના ભાઈઓ માટે કેટલીક સ્માર્ટ રાખડીઓ પણ લોન્ચ થઈ છે, જેની મદદથી બહેન પોતાનો મેસેજ તેમના ભાઈને બોલીને આપશે અને ભાઈ તે મેસેજ સાંભળી શકે છે. શહેરમાં હાલ બારકોડ સ્કેનરવાળી રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
- મોબાઈલ સ્કેન કરી મેસેજ સાંભળી શકાશે
રક્ષાબંધન પર માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલી QR સ્કેનરવાળી રાખડીમાં બહેન પોતાનો મેસેજ બારકોડમાં સ્ટોર કરી શકશે. આ બારકોડ સ્ટીકર રાખડી પર લગાવવામાં આવશે. રાખડી બાંધ્યા બાદ મોબાઈલથી આ બારકોડ સ્કેન કરવાથી બહેનનો વેઈસ મેસેજ મોબાઈલમાં સાંભળી શકાશે. માર્કેટમાં હાલ આ પ્રકારની રાખડીઓની ખૂબ ડિમાન્ડ છે. બહેન પોતાનો કસ્ટમાઈઝ્ડ વોઈસ મેસેજ કે ભાઈ માટેનું ગીત આ બારકોડમાં સ્ટોર કરી શકે છે.