વડોદરા: બાળકોના આનંદ પ્રમોદ માટે સયાજી બાગ માં ટોય ટ્રેન ના સ્થાને ખોડલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જોઈ ટ્રેન અને બમ્પર રાઈડ ચાલુ કરવામાં આવી હતી પરંતુ ઈજારદાર પાસે વર્ષ 2019 થી ફાયર સેફ્ટી નું લાયસન્સ કે જોય ટ્રેન ના ઇન્સ્યોરન્સ નહીં હોવાનો સામાજિક કાર્યકરે ખુલાસો કરતા જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા
શહેરમાં આવેલ કોર્પોરેશન સંચાલિત સયાજી બાગ ખાતે બાળકોને આનંદ પ્રમોદ માટે ટોય ટ્રેન ના સ્થાને યુકે થી ખાસ મંગાવેલ જોય ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રતિ દિન મોટી સંખ્યામાં બાળકો અને તેમના પરિવારો રાઈટ્સમાં બેસી આનંદ માણતા હતા . પરંતુ જોય ટ્રેનના વગદાર સંચાલક પાસે વર્ષ 2019 થી કોઈ ઇન્સ્યોરન્સ કે કોઈ ફાયર એનઓસી જ નહિ હોવાનો પદૉફાશ થતા જ ખળભળાટ મચી ગયો હતો. શું કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને રાઇડ્સ માણતા બાળકોની કોઈ ચિંતા જ નથી? અથવા તો કોઈ ઘટના ઘટે ત્યારે જ ઇજારદાર પાસે પુરાવા માગવામા આવે છે.
આને તંત્રની ઉદાસીનતા કહો કે અધિકારીઓના ઈજારદાર ઉપર ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે નહીં તો આજે ચાર વર્ષનો લાંબો ગાળો પસાર થઈ જવા છતાં ખોડલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો પાસે સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારના ઇન્સ્યોરન્સ કે ફાયર સેફ્ટીના લાયસન્સ અંગે માંગણી પણ કરવામાં આવી ન હતી તે ખૂબ મોટી વાત કહેવાય જ્યારે કોર્પોરેશનને આ વાતની જાણ થઈ ત્યારે સત્તાધીશો એ તપાસ કરતા ફાયર સેફટી નો લાયસન્સ નહીં હોવાનું તેમજ જોય ટ્રેન જેમાં મોટી સંખ્યામાં માસૂમ બાળકો મુસાફરી કરતા હોય છે.
તેનું ઇન્સ્યોરન્સ પણ નહીં હોવાનું તપાસમાં ખુલતા પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર ડોક્ટર મંગેશ જયસ્વાલ દ્વારા ઇજારદારની જોય ટ્રેન તેમજ તમામ જોખમી બમ્પર રાઇડ્સ હાલ પૂરતી બંધ કરાવવામાં આવી હતી. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પણ ડોક્યુમેન્ટ્સ રજૂ નહીં કરે ત્યાં સુધી તમારી રાઇડ્સ અને જોય ટ્રેન કોઈ પણ સંજોગો માં ચાલુ નહીં કરવાના સ્પષ્ટ હૂકમ આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે.