હે મૃદુ મક્કમ સજ્જન !
એમાં નથી તમારો વાંક
લણનારા તો લણ્યા જ
કરશે આ રોકડિયો પાક
પુનરાવર્તન દુર્ઘટનાનું અમથું ન કંઇ સંભવે !
તમે દયાળુ છો તેથી તો હ્રદય તમારું દ્રવે
ધારો છો એના કરતાં તો બમણાં એ ચાલ્લાક
હે મૃદુ મક્કમ સજ્જન !
એમાં નથી તમારો વાંક
વ્યથા તમારા દિલની એ તો ઘોળીને પી જાશે
આ તો એવી ઉધઇ છે, જે ઊભા વૃક્ષને ખાશે
જાણે ખુલ્લું ખેતર એમાં નથી કોઈની ધાક
હે મૃદુ મક્કમ સજ્જન !
એમાં નથી તમારો વાંક
કૃષ્ણ દવેની આ કવિતા મૃદુતાથી સવાલો પૂછે છે, પણ આપણે આકરા થઇને સવાલ પૂછવાના શરૂ કરવું પડશે નહિ તો આવી દુર્ઘટના ફરી થશે. જેમ સુરતના અગ્નિકાંડથી માંડી રાજકોટના અગ્નિકાંડ સુધી થતી આવી છે. પણ હવે બહુ થયું , ઈનફ ઈઝ ઇનફ એમ કહેવું પડશે. પાંચ વર્ષમાં ગુજરાતમાં આવી ઘટનાઓની યાદી આપવી નથી. પણ એ યાદ રહે એ જરૂરી છે. આપણી કમનસીબી એ છે કે, આપણે જલ્દી ભૂલી જઈએ છીએ અને એનો ફાયદો આ રાજકારણીઓ ઉઠાવતા રહે છે. એમની માતા આવી દુર્ઘટના ઘટના માત્ર છે. એ હસી કાઢે છે . એ મૌન ધારણ કરી લે છે અને કેટલાંક લોકોને દોષી ઠેરવી પોતે સાઈડમાંથી સિફતપૂર્વક નીકળી જાય છે. એમને નીકળવાની ગલીઓ બંધ કરવી પડશે.
રાજકોટની દુર્ઘટનામાં કોણ કેટલું જવાબદાર છે એ બધાં જાણે છે. સરકારે એસઆઈટીની નિયુક્તિ કરી છે. સાત અધિકારી સસ્પેન્ડ થયા છે અને ચારની બદલી થઇ છે. બધાની પૂછપરછ થઇ રહી છે. મૃતકોનાં પરિવારોને ચાર ચાર લાખ સરકાર દ્વારા અપાઈ રહ્યા છે અને આવું બધું અગાઉ બન્યું છે અને પછી રાબેતા મુજબ બધું ચાલતું રહે છે. આવું ભવિષ્યમાં ના બને એની ગેરંટી કોણ આપશે? ગુજરાતમાં ચૂંટણી થઇ ગઈ છે અને દેશમાં પૂરી થવામાં છે.
રાજકોટ ભાજપે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એવી જાહેરાત કરી કે, રાજકોટમાં ભાજપ જીતશે તો વિજય સરઘસ કાઢવામાં નહિ આવે. કોઈ ઉજવણી પણ નહિ થાય. સારી વાત છે. પણ પત્રકારોએ દુર્ઘટના સંદર્ભે પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા એટલે નેતાઓનું મૌનવ્રત શરૂ થયું. પુછાયું કે, આ દુર્ઘટનામાં કોઈ પદાધિકારીઓ છે કે કેમ એ અંગે તપાસ થશે? આ પ્રશ્ન સામે બધા નેતાઓ ધરાશાયી થઇ ગયા. રાજકોટના મેયર તો સ્કૂટર પર ચાલતા થયા.
રાજકોટની દુર્ઘટના બાદ રાજ્યભરમાં તપાસ શરૂ થઇ અને ખબર પડી છે કે, અનેક જગ્યાએ નિયમો પળાતા નથી. તો શું એ તંત્રને ખબર નહોતી? હવે અનેક જગ્યાએ સીલ મારવામાં આવ્યાં છે. હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું પછી રાજ્ય સરકાર વધુ હરકતમાં આવી છે. હાઈકોર્ટે આકરી ટીકા કરી છે. પણ સવાલ એ છે કે,હાઈકોર્ટ દ્વારા અનેક વાર સૂચનાઓ,આદેશો અપાયા છતાં કેમ લાલિયાવાડી ચાલે છે? ગુજરાતની પ્રજાએ ભાજપને ૧૫૬ બેઠકો આપી છે.
હવે બીજુ શું આપે? કેટલું આપે? અને બદલામાં સુરક્ષા તો માગી જ શકે. પણ મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ કહેવામાં આવે છે. મૃદુ છે એ બધા માને છે, પણ મક્કમતાની વાત આવે છે ને એ નાપાસ થઇ જાય છે. આ એવી દુર્ઘટના છે, જેમાંથી બોધપાઠ લેવો જ રહ્યો અને સરકાર અને તંત્ર લે એ માટે પ્રજાએ દબાણ સર્જવું પડશે. કોર્ટે કહ્યું છે કે, પ્રશાસન પર અમને ભરોસો નથી. એ પછી ય સરકાર કડક વલણ નહિ દાખવે? આ પ્રશ્નનો જવાબ બધાને ખબર છે. હવે એ ખબરની ખબર રાખવા જેવી છે.
બ્રિજભૂષણ ફરી વિવાદમાં
યુપીના બહુચર્ચિત ભાજપી નેતા બ્રિજભૂષણ સિંહ સદા ચર્ચામાં રહે છે. કુસ્તીબાજોએ એમની સામે આંદોલન કર્યા બાદ એમની સામે કેસ તો થયો છે, પણ એ જેલ બહાર છે અને હવે એના પુત્ર કરણનો વિવાદ શરૂ થયો છે. ભાજપે એને લોકસભાની ટીકીટ આપી છે અને આ નબીરો પોતાના કાફલા સાથે પ્રવાસમાં હતો ત્યાં રસ્તામાં એના કાફલાની એક કારે સ્કૂટી પર જતા બે યુવાનોને અડફેટે લીધા અને બંનેનાં મૃત્યુ થયાં ને એક મહિલા ઘાયલ થઇ છે. ફોર્ચ્યુન કાર હતી,ઓન ડ્યુટી લખેલું હતું. કારને પણ સારું એવું નુકસાન થયું છે અને કાફલામાં કરણ પણ હતો એમ કહેવામાં આવે છે.
અગાઉ મોદી સરકારમાં મંત્રી અજય ટેનીના પુત્રની કાર નીચે કિસાનો આવી ગયા હતા. એમાં શું થયું એ બધા જાણે છે. ભાજપે આ પરિવાર સામે કોઈ પક્ષીય પગલાં લીધાં નહોતાં જેમ બ્રિજભૂષણ સિંહ સામે નથી લીધાં.ચૂંટણી પૂરી થવામાં છે ત્યારે આ ઘટના બની પણ એ ચગી નથી. એનાં ય કારણો છે. મિડિયામાં કઈ રીતે રીપોર્ટીંગ થાય છે એ હવે અજાણ્યું નથી. ભાજપના કોઈ નેતાનાં નિવેદન પણ આવ્યાં નથી. કરણ સામે કોઈ પગલાં લેવાય એવું લાગતું તો નથી. યોગી સરકાર આરા પાનીએ છે એમ કહેવામાં આવે છે પણ અમુકતમુક કિસ્સામાં એ વાત લાગુ પડતી નથી.
કેજરીવાલ ફરી જેલમાં જશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળેલા જામીનના દિવસો પૂરા થવામાં છે અને વધુ એક અઠવાડિયાની મહોલત માગી એ કોર્ટે સ્વીકારી નથી. આ વેળા આરોગ્યનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું. જેલવાસ દરમિયાન કેજરીવાલનું વજન સાત કિલો ઘટી ગયું અને એ ડાયાબીટીક છે એવી રજૂઆત સ્વીકારાઈ નથી. એટલે કેજરીવાલે ફરી જેલમાં જવું પડશે એ નિશ્ચિત છે. એ જેલમાં જાય એ પહેલાં ‘ઇન્ડિયા’ ની બેઠક ૧ જૂનના રોજ દિલ્હીમાં મળવાની છે એનું કારણ પણ કેજરીવાલ છે કારણ કે, તા, ૨ જૂનના કેજરીવાલે ફરી જેલમાં જવાનું છે. હવે બધાનું ધ્યાન પરિણામો પર છે. અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા અને કેટલા અસરકારક રહ્યા એ પણ પરિણામ પછી ખ્યાલ આવશે. પણ કેજરીવાલ ફરી જેલમાં ગયા તો આપ અને આપ સરકારનું શું? એ પ્રશ્ન ફરી પુછાવા લાગશે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.