સુરત: પશ્ચિમ રેલવે વિભાગ હેઠળ દોડતી સુરત-મહુવા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- સુરત-મહુવા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો
મળેલી માહિતી મુજબ, ટ્રેન નંબર ૧૯૨૫૫ સુરત-મહુવા એક્સપ્રેસનો સમય ૨૦ એપ્રિલથી બદલવામાં આવ્યો છે. હવે આ ટ્રેન સુરતથી રાત્રે ૧૦.૦૦ વાગ્યેને બદલે ૩૦ મિનિટ વહેલા ૯.૩૦ વાગ્યે ઉપડશે અને સવારે ૧૦.૦૫ વાગ્યેને બદલે ૯:૪૦ વાગ્યે મહુવા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૨૯૦૩ મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલનો સમય પણ ૨૦ એપ્રિલથી બદલવામાં આવ્યો છે.
ટ્રેન નંબર ૧૨૯૦૩ મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર રાત્રે ૧૧.૩૪ વાગ્યે પહોંચશે અને રાત્રે ૧૧.૪૪ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૦૦૭ સુરત-ભુસાવલ પેસેન્જર ૨૦ એપ્રિલથી સુરતથી સાંજે ૫.૧૦ વાગ્યે ઉપડશે. આ ટ્રેન હાલમાં આગામી આદેશ સુધી સુરતને બદલે ઉધનાથી રવાના થશે.
ટ્રેન નંબર ૬૯૧૬૯ સુરત-નંદુરબાર મેમુનો સમય ૨૦ એપ્રિલથી સુરતથી સાંજે ૬.૧૫ વાગ્યે ઉપડશે. આ ટ્રેન હાલમાં આગામી આદેશ સુધી સુરતને બદલે ઉધનાથી રવાના થશે. ૨૫ એપ્રિલથી ૨૦૯૨૯ ઉધના-બનારસ એક્સપ્રેસનું નામ બદલવામાં આવ્યું છે. હવે આ ટ્રેન નંદુરબાર સ્ટેશને રાત્રે ૧૦.૫૦ વાગ્યે પહોંચશે અને ૧૦.૫૫ વાગ્યે ઉપડશે.
