Charchapatra

ટ્રાફિક સિંગ્નલથી પહોંચવાનો સમય ડબલ થઈ ગયો

હાલમાં શહેરમાં દરેક મોટા ચાર રસ્તા પર ટ્રાફિક સિંગ્નલ પાસે ઉભા રહેવું પડે છે. તેનાથી પેટ્રોલ તથા પ્રદૂષણમાં વધારો થાય છે. કોઇવાર વર્કિંગ અવરમાં એટલી મોટી લાઇન હોય છે કે આપણો નંબર આવે ને સિંગ્નલ પડી જાય છે.  તમો તમારી જગ્યાએ પહેલા 15 મિનિટમાં જતા હતા તે હવે 30 મિનિટ રાખીને ઘરમાંથી બહાર નીકળો તો જ તમારુ સીડયુઅલ સચવાશે. અમુક દ્રષ્ટિએ આ વ્યવસ્થા જીંદગી માટે સારી છે. અંગ્રેજી કહેવતનું અનુવાદન કરુ તો કલાકનું દુ:ખ પણ જીંદગીનું સુખ. જો દરેક વ્યકિત સિંગ્નલનું પાલન કરે તો વાહન વ્યવહાર શાંતિથી અને સરળતાથી ચાલ્યા કરે.
સુરત     – મહેશ આઇ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પોતાના વિસ્તારની સ્કૂલમાં ભણાવો, સ્કૂલ વાનનાં ખર્ચથી બચો
અત્યારે સ્કૂલ વાનનાં ભાઠા વધવાથી વાલીઓ ચિંતામાં છે. નવી ટ્રાફિક વ્યવસ્થાના કારણે આ વાત હવે ઘરથી સ્કૂલે પહોંચવામાં પણ વધુ સમય લે છે આ સંજોગો બદલી શકાવાનાં નથી ત્યારે એ વિચાર જરૂરી છે કે સામાન્યપણે જે તે વિસ્તારની સ્કૂલોમાં જે-તે વિસ્તારનાં વિદ્યાર્થી ભણતાં. આ વ્યવસ્થાને કારણે સ્કૂલવાન અને તેના ભાડાનો કે ટ્રાફિક વ્યવસ્થાને કારણે સગવડનો પ્રશ્ન ન હતો. પોતાનો જ વિસ્તાર હોય એટલે વિદ્યાર્થી વધુ સલામતી પણ અનુભવતો. આપણે મોંઘી અને દૂરની સ્કૂલ પસંદ કરતા થયા ત્યારથી સમસ્યા વધી છે.

પોતાના વિસ્તારની સ્કૂલ પર કાળજી રાખો. ત્યાં પસંદ થતાં શિક્ષકોમાં વાલીમંડળની ભૂમિકા હોય તે પણ જરૂરી છે. આ કારણે શિક્ષક- શિક્ષણના સ્તર પર કાળજી રાખી શકાશે. મૂળ વાત એટલી કે પોતાના વિસ્તારની સ્કૂલને વધુ સારી બનાવો અને ત્યાં જ પોતાના સંતાનોને ભણવા દાખલ કરો. દૂર ગયેલી સ્કૂલોથી શિક્ષણ પણ દૂર થયું છે. અને વાલી-વિદ્યાર્થીઓ માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. શિક્ષણ ક્ષેત્રે સામે ચાલીને વેપારી તત્વોને દાખલ કરશો તો સમસ્યા ઊભી થવાની જ છે.
સુરત     – નીલુ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top