કોઈ પણ રાષ્ટ્ર કે શાસક ભૌતિક વિકાસથી નથી બનતાં કે ઓળખાતાં. પરંતુ રાષ્ટ્રે સાર્વભૌમત્વની રક્ષા કરવાની અને શાસક સમય આવ્યે રાષ્ટ્રની સાર્વભૌમત્વ તથા અખંડતા માટે કુરબાની આપવાની શકિત પર બને છે. દેશની રક્ષા તે સર્વોચ્ચ ફરજ છે. મંત્રીઓની સોગંદવિધિઓમાં પણ દેશની સાર્વભૌમત્વ અને અખંડતા અક્ષુણ્ણ રાખવાના સોગંદ લેવાય છે. ભારત સાર્વભૌમ દેશ હોવા છતાં પાકિસ્તાન સામે પગલાં લેવામાં અદભુત સંયમ જાળવ્યો છે. પાકિસ્તાને ભારતમાં ધર્મને નામે ભાગલા પડાવવાનો કે રમખાણો કરાવવાનો પ્રયાસ કર્યો હતો. દેશનાં નાગરિકોની છઠ્ઠી ઈન્દ્રીય કહો કે મૂળ વૃત્તિ કહો, તેને ખ્યાલ આવી ગયો અને દેશમાં શાંતિ જળવાઈ રહી.
ડ્રાઈવરથી માંડી ડાયનીંગ ટેબલ પર બેઠેલો નાગરિકના મોઢે એક જ વાત હતી કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. જો આ વખતે ભારતના નેતાઓ નિષ્ફળ જતે તો ભારતમાં ચોક્કસ અરાજકતા જેવી સ્થિતિ આવતે. એટલું જ નહીં, કાશ્મીરની જેમ જમ્મુમાંથી પણ ભવિષ્યમાં હિન્દુઓએ સ્થળાંતર કરવું પડત. યુદ્ધ સમયે જેમ “ઈન્દીરા ઈઝ ઈન્ડીયા” હતું તેમ અત્યારે “મોદી ઈઝ ઈન્ડીયા” સાર્વભૌમ કાર્યના સંદર્ભમાં કહેવાય. જેઓ સર્વોચ્ચ સાર્વભૌમ કર્તવ્ય નિભાવવા પ્રયત્ન કરે છે તેમને ઈશ્વર પણ મદદ કરે છે. તેમ છતાં નાગરિકોએ દેશના સૈન્ય અને વડા પ્રધાનને ઈશ્વર મદદ કરે તેવી પ્રાર્થના કરવી.
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.