વડોદરા: સિંગાપુરમાં નોકરી અપાવવાના બહાને ર.ર૦ લાખ ખંખેરતી ભેજાબાજ ઠગત્રિપુટીએ બનાવટી વિઝા આપીને છેતરપિંડી કર્યાની ફરીયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાઇ હતી. મકરપુરા સ્થિત જશોદા કોલોની પાસે તુલસીનગરમાં રહતા સુર ગૌરીશંકર સીંગ માણેજા સ્થિત ફેગ કંપનીમાં બેરીંગ પેકીંગ વિભાગમાં સુપરવાઇઝરની ફરજ બજાવે છે નોકરી વાછુકોને વિદેશ મોકલીને ઉંચો પગાર અપાવતો હોવાનો દાવો કરનાર આશીષ હર્ષદભાઇ બારોટનો (35, સંસ્કાર દર્શન સોસાયટી, જીઇબી પાસે, માંજલપુર, જાંબુઆ) સન 2020માં સંપર્ક કર્યો હતો.
ગઠીયાએ વિશ્વાસ આપતા જણાવેલ કે માત્ર ર.ર૦ લાખનો ખર્ચ થશે. સિંગાપુરમાં માસિક ૧.૩૦ લાખના પગારની નોકરી અપાવી દઉ તમારી કંપનીના ડ્રાઇવર સંજય ત્રિવેદીના વિઝા પણ આવી ગયા છે. બંને ભેજાબાજોએ મેળાપીપણુ રચીને સુર સીંગને વિદેશ જવા વધુ પ્રલોભનો આપ્યા હતા અને સંજયેવિઝા પણ બનાવવા સુરસીંગને વિશ્વાસ આપ્યો હત. જેથી માતા અને પત્નીના તમામ દાગીના ખાનગી બેન્કમાં ગીરવે મૂકીને લોનના મેળવેલ નાણા ૧.૮૦ લાખ બેન્ક દ્વારા અને ૪૦ હજાર રોકડ સહિત ર.ર૦ લાખ ચૂક્વ્યા હતા. ગઠીયાએ તે જ દિવસે સાંજે મોબાઇલ દ્વારા હાર્દિક ત્રિવેદીએ વિઝા મોલ્યા હતા.
રવિસીંગે વિઝા અંગે તપાસ કરતા બનાવટી હોવાનુ જણાવ્યુ હતુ. આશીષને ફોન કરતા જણાવેલ કે લોકડાઉન છે એટલે મોડુ થયુ છે વિઝા અસલી જ હોવાનુ રટણ ચાલુ રાખ્યુ હતુ. વધુ વિશ્વાસ અપાવવા તેના બિઝનેસ પાર્ટનર અને સુત્રધાર હર્ષ ઉર્ફે હાર્દિક અશ્વિનભાઇ રાવલ (રહે. ક્રીશ સોસાયટી, સુંદરપુરા) સાથે વાતચીત કરાવતા તેણે પણ અસલી વિઝા હોવાનુ સમર્થન આપ્યુ હતુ. લાંબા અરસા સુધી ભેજાબાજ ત્રિપુટીએ સુરસી઼ંગને ગોળગોળ ફેરવ્યા હતા તે દરમ્યાન નાણા પરત માંગતા ટોળકીએ ઉડાઉ જવાબ આપ્યા હતા તે દરમ્યાન અન્ય ઇસમ સાથે પણ ઠગાઇ કરી હોવાની જાણ થતા જ ઠગ ટોળકીનો કારસો ચૂકેલા રવિસીંગે ગુનો નોધાવ્યો હતો. પીએસઆઇ આર.કે. પરમારે તપાસનો દોર સંભાળતા આશીષ બારોટ અને હાર્દિક ત્રિવેદીને ઝડપી પાડ્યા હતા. સમગ્ર પ્રકરણમાં યુુવકને વિદેશમાં ઉચ્ચ પગારે નોકી આપવાની લાલચ આપી બનાવટી વિઝા પધરાવી છેતરપિંડી આચરાયાની જાણ થતા ચકચાર મચી છે.