કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટ રાજ્ય સરકારને સંભવિત ત્રીજી લહેર અંગે વિસ્તૃતમાં એક્શન પ્લાન રજૂ કરવા આદેશ કર્યો હતો. આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં હાઇકોર્ટ કોરોના સંદર્ભમાં રાજ્ય સરકારને દરેક સુનાવણી વખતે ફટકાર લગાવી છે, સાથે જ આગામી દિવસોમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર અંગે સરકાર દ્વારા શું શું તૈયારીઓ કરવામાં આવી છે, ક્યાં ક્યાં આયોજનો કરાયા છે, તે અંગેનો વિસ્તૃત એક્શન પ્લાન રજુ કરવા હાઇકોર્ટ આદેશ કર્યો છે. દરમિયાનમાં રાજ્ય સરકાર તરફથી ગત ૧૪મી જૂનના રોજ એક્શન પ્લાન તૈયારો ક કરવામાં આવ્યો તેની વિગતો લોકો સમક્ષ રજુ કરી હતી.