યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ શાંતિ યોજના નિષ્ફળ ગઈ છેત્યારેરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાત ઉપર આખી દુનિયાની નજર છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પાલમ એર પોર્ટ પર પ્રોટોકોલને બાજુ પર રાખીને પુતિનનું સ્વાગત કર્યું અને તેઓ એક જ કારમાં આગળ વધ્યા, તે પુતિન અને મોદી વચ્ચેની કેમિસ્ટ્રી દર્શાવે છે. આ મુલાકાત દરમિયાનપુતિન૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાત બંને દેશો માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણે આવી રહી છે, કારણ કે તેઓ ભૂ-રાજકીય ઉથલપાથલનો સામનો કરતી વખતે તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક મુલાકાતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુલ્લેઆમ ભારતનું સમર્થન કર્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ટેરિફ લાદીને ભારત પર દબાણ કરી રહ્યું છે, ત્યારે પુતિને કહ્યંવ કે વડા પ્રધાન મોદી દબાણ સામે ઝૂકવાવાળા નથી. ભારતની મુલાકાત પહેલાં પુતિનની આ ટિપ્પણી આવી હતી. મુલાકાતમાં પુતિને વડા પ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે દુનિયાએ ભારતનું મજબૂત વલણ જોયું છે. ભારત તેના નેતૃત્વ પર ગર્વ અનુભવી શકે છે. ભારત અને રશિયા વચ્ચે ૯૦ ટકાથી વધુ દ્વિપક્ષીય વ્યવહારો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. પુતિનની મુલાકાતની મુખ્ય પ્રાથમિકતા દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાની છે.
ભારત-રશિયા વેપાર હાલમાં ૭૦ અબજ ડોલરનો છે, પરંતુ તે સંતુલિત નથી. ભારત રશિયા પાસેથી ૬૫ અબજ ડોલરના મૂલ્યના માલની આયાત કરે છે, જ્યારે બદલામાં ફક્ત ૫ અબજ ડોલરની નિકાસ કરે છે. નવી દિલ્હીએ આ વેપાર ખાધ પર વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. માળખાકીય અસંતુલનને દૂર કરવાના પ્રયાસમાંબંને પક્ષો ડોલર-આધારિત વેપારના વિકલ્પો પણ શોધી રહ્યા છે. બંને દેશો રૂપિયા-રુબલ સમાધાન પદ્ધતિના વિસ્તરણ પર ચર્ચા આગળ ધપાવશે, જે લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. આનો હેતુ ત્રીજા દેશનાં ચલણો પર નિર્ભરતા ઘટાડવાનો અને પશ્ચિમી પ્રતિબંધો અને નાણાંકીય આંચકાઓથી દ્વિપક્ષી વેપારને બચાવવાનો છે.ભારત રશિયા પાસેથી S-૪૦૦ અને Su-૫૭ ફાઇટર જેટ પણ ખરીદી શકે છે.
મોદી અને પુતિનની વાતચીતનો મુખ્ય ભાગ વેપાર ઉપરાંતયુક્રેન સંઘર્ષ બનશે.ખાસ કરીને જ્યારે ટ્રમ્પ તેમની અટકેલી શાંતિ યોજનાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તે મુદ્દો મહત્ત્વનો બની જાય છે. ભારતે રશિયા સાથે તેની ઊર્જા અને સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવતી વખતે યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધ પર સંતુલિત તટસ્થતા જાળવી રાખી છે. રશિયા પાસેથી ભારતની લાંબા ગાળાની સંરક્ષણ ખરીદીનો મુખ્ય ઘટક S-૪૦૦ મિસાઇલ પ્રણાલીની પણ સમીક્ષા થવાની શક્યતા છે. આ પ્રણાલી ભારતના હવાઈ સંરક્ષણનું કેન્દ્રબિંદુ બની રહી છે.
ભારત તેના કૃષિ ક્ષેત્રને ટેકો આપવા માટે રશિયન ખાતરો પર ખૂબ આધાર રાખે છે. ૨૦૨૫ ના પહેલા ભાગમાંભારતે રશિયાથી લગભગ ૨૫ લાખ ટન ખાતરની આયાત કરી હતી, જેના કારણે ભારતના કુલ ખાતર આયાતમાં રશિયાનો હિસ્સો ૩૩ ટકા સુધી વધ્યો હતો. આનો અર્થ એ થયો કે ભારત દ્વારા આયાત કરાયેલા દરેક ત્રણ ટન ખાતરમાંથી એક રશિયાથી આવે છે. આ વધારો ૨૦૨૨ થી થયો છે અને તેણે ભારતને રશિયા માટે એક મહત્વપૂર્ણ ખાતર બજાર બનાવ્યું છે. રશિયાનો મુખ્યત્વે ફોસ્ફરસ-સમૃદ્ધ ખાતરો (જેમ કે DAP) અને NPK ખાતરોનોપુરવઠો વધ્યો છે. આનો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવો એ એક વ્યૂહાત્મક આવશ્યકતા છે.
યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ખાતર તેમજ ઉર્જા વેપાર, ખાસ કરીને ક્રૂડ ઓઇલ, ઝડપથી વિકસ્યો છે. બંને દેશો આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયામાં પણ સહયોગ શોધી રહ્યા છે, જે પરંપરાગત સંરક્ષણ-ઉર્જા ધરીથી આગળ સંબંધોને વિસ્તૃત કરવાના તેમના ઇરાદાને દર્શાવે છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે ટ્રમ્પ દ્વારા ઉર્જા દિગ્ગજો રોઝનેફ્ટ અને લુકોઇલ પર નવા પ્રતિબંધો છતાં ભારતમાં રશિયન તેલના શિપમેન્ટમાં વધારો થયો છે. ઉર્જા વિશ્લેષણ ફર્મ કેપ્લરના જણાવ્યા અનુસારભારતીય રિફાઇનરોએ નવેમ્બરમાં દરરોજ સરેરાશ ૧૨.૭ લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. આમાંથી મોટાભાગનું મધ્યસ્થી દ્વારા આવ્યું હતું. પુતિનની મુલાકાતની પૂર્વસંધ્યાએ રશિયન સંસદ દ્વારા ભારત સાથે લશ્કરી લોજિસ્ટિક્સ કરારને મંજૂરી આપવી એ આ ગાઢ મિત્રતાનો સ્પષ્ટ સંકેત છે.
રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ (RELOS) બંને દેશોને લશ્કરી કર્મચારીઓ, તેમજ લશ્કરી જહાજો અને વિમાનોના ઉપયોગ માટે એકબીજાના પ્રદેશોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ કરાર સોવિયેત યુગ પછી બંને દેશો વચ્ચેનો સૌથી દૂરગામી કરાર છે. ભારતીય નૌકાદળના જહાજો, જેમાં વૈજ્ઞાનિક સંશોધનમાં રોકાયેલા જહાજોનો સમાવેશ થાય છે, હવે આર્કટિકમાં રશિયન બંદર પર ડોક કરી શકે છે અને તેમની પ્રવૃત્તિઓ ચલાવી શકે છે. અન્ય કરારો પણ થઈ શકે છે, જેમાં ભારત દ્વારા સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટના નવીનતમ સંસ્કરણ, SU-૫૭, S-૪૦૦ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનું અદ્યતન સંસ્કરણ અને ૨ અબજ ડોલરની પરમાણુ સબમરીનનો સમાવેશ થાય છે.
યુક્રેન પરના આક્રમણ પછી રશિયન રાષ્ટ્રપતિ પુતિન પહેલી વાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમણે ૨૦૨૩ માં ભારતમાં G૨૦ સમિટ પણ છોડી દીધી હતી.દરમિયાન, બંને દેશોના નેતાઓએ ૨૦૨૨માં પાંચ વખત અને ૨૦૨૩માં બે વાર ફોન પર વાત કરી હતી. જુલાઈ ૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોસ્કોની મુલાકાત લીધી હતી.બંને દેશોએ તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપ્યો છે.આ અંતર્ગત, ભારત અને રશિયા વચ્ચે વાર્ષિક શિખર સંમેલનની જોગવાઈ છે.આમાં બંને દેશોના ટોચના નેતાઓ એકબીજાના દેશમાં વારાફરતી મળે છે. અત્યાર સુધીમાં આવી ૨૨ સમિટ થઈ ચૂકી છે.ભારત અને રશિયા G૨૦, BRICS, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) અને સંયુક્ત રાષ્ટ્ર જેવા બહુપક્ષીય મંચોનાં સભ્યો છે.ભારતનો દાવો છે કે બંને દેશો આ મંચો પર સાથે મળીને કામ કરે છે.
ભારત રશિયાને એવા દેશોમાં ગણે છે જે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને સમર્થન આપે છે.યુક્રેનનો મુદ્દો ઉકેલાઈ ન જવાને કારણે રશિયા પશ્ચિમી દેશોના દબાણ હેઠળ છેઅને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે ભારત પણ દબાણ હેઠળ છે. ભારત અને રશિયા વધુ વિશ્વાસ સાથે કામ કરવા માંગે છે, પરંતુ તેને મોટો મુદ્દો બનાવવા માંગતા નથી, જેથી અમેરિકા ગુસ્સે ન થાય. એ પણ નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન સાથેના સંઘર્ષ પછી આ પ્રથમ શિખર સંમેલન છે.
ભારતીય વાયુસેના (IAF) એ તે સંઘર્ષ દરમિયાન રશિયન વાયુ સંરક્ષણ પ્રણાલી S-૪૦૦ ના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ભારત-રશિયન સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસના ચોકસાઇ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ભારતીય વાયુસેનાનું મુખ્ય ફાઇટર એરક્રાફ્ટ રશિયન-ડિઝાઇન કરેલ સુખોઈ-૩૦ MKI છે.પાકિસ્તાને જાહેરાત કરી કે તેને ચીન તરફથી ખાતરી મળી છે કે તે ૪૦ પાંચમી પેઢીના J-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ સપ્લાય કરશે.ભારતીય વાયુસેનાને તેની ૪૨-સ્ક્વોડ્રન તાકાતને પૂરક બનાવવા માટે તાત્કાલિક વધુ ફાઇટર એરક્રાફ્ટની જરૂર છે. ભારતીય વાયુસેના પાસે હાલમાં ૩૦ સ્ક્વોડ્રન છે. સામાન્ય રીતે, એક સ્ક્વોડ્રનમાં ૧૮ ફાઇટર એરક્રાફ્ટ હોય છે.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસારભારત રશિયા પાસેથી પરમાણુ સંચાલિત સબમરીનની ડિલિવરી અંગે નિશ્ચિત ખાતરી ઇચ્છે છે.રશિયા ભારતનો સૌથી મોટો શસ્ત્રોનો સ્રોત છે, જે ૨૦૨૦ અને ૨૦૨૪ વચ્ચે ભારતની કુલ આયાતમાં ૩૬ હિસ્સો ધરાવે છે.જોકે, આ ખરીદી૨૦૧૦-૨૦૧૪ ના સમયગાળા કરતા નોંધપાત્ર રીતે ઓછી છે, જ્યારે તે ૭૨ ટકા હતી. ભારત હવે શસ્ત્રોના પુરવઠા માટે ખાસ કરીને ફ્રાન્સ, ઇઝરાયલ અને અમેરિકા તરફ વધુને વધુ વળી રહ્યું છે.આમાંબીજું એક પરિવર્તન આવી રહ્યું છે.પહેલાં આ સંબંધ ખરીદનાર અને વેચનારનો હતો, પરંતુ હવે ભાગીદારી સંયુક્ત સંશોધન તરફ આગળ વધી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.