વડોદરા: પાલિકા ના અનામત પ્લોટો રામભરોસે છોડી દેવાયા ટાગોર નગર નો પ્લોટ સોસાયટી એ પડાવી લીધો હોય તેમ કોમર્ષીયલ ઉપયોગ અને રોકડી ના નાણાં નો કોઈ હિસાબ પાલિકા ને અપાતો નથી નાગરિકો કહે છે કે “દાળ મા કંઈક કાળું છે “ વડોદરા પાલિકાના શહેર મા કેટલાક રિઝર્વ પ્લોટો આવેલા છે. આ પ્લોટો અગાઉ કેટલીક સઁસ્થા ઓ ટ્રસ્ટો ને સામાજિક હેતુ આપ્યા હતા. પરંતુ હેતુ સિદ્ધ ન થતા મોટા ભાગના પ્લોટો પરત લેવાયા છતાં પણ આ પ્લોટો નો કોમર્ષયલ ઉપયોગ થતો હોવાની સ્ફોટક માહિતી જાણવા મળી છે. ટાગોર નગર પાસે નો પ્લોટ નો વહીવટ એક સોસાયટી કરે છે. જેનો હિસાબ કિતાબ સોસાયટી રાખે છે આ અંગે “ગુજરાતમિત્ર “દ્વારા અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પાલિકા તંત્ર કોઈ ની મહેરબાની થી પગલાં ભરતું નથી.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા સયાજીપુરા ગામની સીમમાં TP પાડવામાં આવી ત્યારે ગામનું સ્મશાન કમલાનગર તળાવ પાસે આવેલું હતું. જે સ્મશાન લાંબા સમયથી બિનઉપયોગી હતું. પાલિકાએ સ્મશાનના પ્લોટ પર સુએઝ ટ્રીટમેન્ટનું પંપ હાઉસ બનાવ્યું અને બીજો પ્લોટ ખુલ્લો રાખ્યો. જે પ્લોટ પે અત્યાર સુધી શાકમાર્કેટ પણ ભરાતું હતું. આજે અચાનક આ પ્લોટ પર કોઈ પરિવાર દ્વારા આવીને મૃતદેહના અગ્નિદાહની વ્યવસ્થા ઉભી કરવામાં આવી સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ તેના પુરાવા એકત્રિત કરવા માટે અગ્નિસંસ્કારના વિડીયો ઉતારીને પાલિકાના અધિકારીઓ અને ચુંટાયેલા નગરસેવકોને મોકલતા વિવાદ ઉભો થયો.
શહેરના વિસ્તારના બાદ ચારેય બાજુએ રહેણાંક વિસ્તારથી ઘેરાયેલી આ જગ્યા પર સ્મશાનનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.આ પ્લોટની એક તરફ ખાનગી શાળા પણ આવેલી છે. જે શાળામાં બાળકો અભ્યાસ અર્થે જાય છે.જયારે વર્ષોથી સ્થાનિક સોસાયટીના રહીશો આ સ્મશાનની જગ્યાને અન્યત્ર ફાળવવાની માંગણી કરી રહ્યા છે. છતાય પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.સમગ્ર મામલે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલને પૂછતાં તેઓએ ગોળગોળ જવાબ આપતા સ્થાનિકોને સંયમ રાખવાની સલાહ આપી હતી.
વર્ષ 2015 -16 થી સ્મશાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચુંટણી આવે છે ત્યારે વાયદાઓ મળે છે. અને ચુંટણી પૂરી થાય ત્યારે સ્થિતિ જ્યાં ની ત્યાં જ રહે છે. જાણે પાલિકાના સત્તાધીશો આ વિવાદને જીવતો રાખવા માંગતા હોય તેમ વર્ષો સુધી તેનો કોઈ નિકાલ લાવવામાં આવતો નથી. જો ખરેખર આ સ્થાને સ્મશાન બનવાનું હોય તો પાલિકાએ તેની સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ અન્યથા વહેલી તકે આ વિવાદનો અંત લાવે તેવી લોકમાંગ ઉઠી છે.
25 વર્ષથી વધુ સમયથી પ્લોટનો પ્રોફેશનલ ઉપયોગ કરાય છે
ટાગોર નગર સોસાયટીમાં ટી.પી.૧૫ મા વડોદરા મહાનગર પાલિકા નો માલિકી નો વાણીજ્ય વેચાણ માટે ના અનામત પ્લોટમાં આસરે ૨૫૦૦૦ ચો.ફુટ જમીનમાં સોસાયટીના પ્રમુખ, મંત્રી, સહમંત્રી દ્વારા ગેરકાયદેસર રીતે કોમ્યુનિટી હોલ બનાવી તેમજ બાકીનો ખુલ્લો પ્લોટ મા વષોઁઁથી દબાણ કરીને ટાગોર નગર ના પ્રમુખ, મંત્રી, સહ મંત્રી. કોમ્યુનિટી હોલ તથા ખુલ્લા પ્લોટ ને ભાડેથી આપી અને ૨૫ વષૅથી મોટો ભષ્ટાચાર કરી રહ્યા છે.
ગ્રામજનો સહકાર આપે
કલેકટર ના હુકમ નું પાલન થવું જોઈએ સયાજીપુરા ના ગ્રામજનો માટે સ્મશાન નો લાભ ગામ નજીક મળે તે કામ વિચારણા હેઠળ અંતિમ તબક્કા મા છે. માટે ગ્રામજનોએ સંયમ જાળવી ને સહકાર આપવાની જરૂર છે. આ અંગે કલેકટર નું ધ્યાન દોરીશું.
-ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન
અનામત પ્લોટો અસુરક્ષિત રાખવામા પાલિકાની ભૂંડી ભૂમિકા
વડોદરામા મોટા ભાગના અનામત પ્લોટો ભગવાન ભરોસે છે કેટલાક પ્લોટો મા સાંજ પડ્યે અસામાજિક તત્વો નો અડ્ડો બની જાય છે. અનેક પ્લોટો મા પાલિકા ની મજૂરી વિના કેટલાક તત્વો બરોબાર ભાડે આપી ને રોકડી કરી લેતા હોવાનું કહેવાય છે. પાલિકા એ આવા અનામત પ્લોટો ફરતે કાંટાળા તાર ની વાડ બનાવવી જોઈએ.