વડોદરા : નપાણીયા તંત્રના શાસકો શહેરીજનોના હિતમાં કેમ કામગીરી નથી કરતા મોદીનો રોડ શો રૂટ પર શાસકો અને તંત્ર નક્કી કરે છે અને રાતોરાત એ વિસ્તારની કયા પલટ કરી નાખે છે તો ખરેખર જે સંસ્કારી નગરીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધા ની સમસ્યા છે તેનું તંત્ર દ્વારા તે સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. શહેર ની જે પ્રજા કોર્પોરેટર, ધારાસભ્યોને ચુંટીને સત્તા પર બેસાડે છે તે પ્રજા માટે તે નપાણીયા શાસકો મોદી ભક્તિમાં અંધ બનીને પ્રજાજનો ની ગટર, પાણી, રોડ રસ્તા સફાઈની સમસ્યાઓને સાંભળવા સુદ્ધા તૈયાર નથી તે તો ઠીક છે વોર્ડ ઓફિસમાં વોર્ડ ઓફિસર સહિતનો સ્ટાફ મોદી સભા પાછળ દિવસ-રાત દોડધામ મચાવતો હોવાથી સ્થાનિક વિસ્તારોના ત્રસ્ત રહીશોને એક પણ વાત સાંભળવા સુદ્ધાં તૈયાર નથી.
૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર પાંચ લાખથી વધુ લોકોની જનમેદની ઉમટવાની હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોવાથી વડોદરા શહેર જિલ્લામાંથી તથા રાજ્યમાંથી લાખો લોકો આવવાના હોય જેને લઈને પાલિકા દ્વારા તેમના ગાડીઓના પાર્કિગની વ્યવસ્થા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેપ્રસી મેદાનમાં જયારે સભા સંબોધશ તેના આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ખાલી પડેલા પ્લોટોમાં રાતોરાત પાલિકા દ્વારા તેની કાયાપલટ કરી નાખી તેજ સમસ્યાને લઈને રહીશો દ્વારા અગાઉ પાલિકામાં કેટલીકવાર અરજી કરવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા તેના પર કોઈ એક્શન લેવામાં આવી નહોતી.
તેમના રોડ શો ના રોડ – રસ્તા વચ્ચે આવતા મોટા વૃક્ષોનું પાલિકા દ્વારા ત્રીમીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ જે ચાલતા ન હોય તેને પણ રીપેર કરવામાં આવી રહ્યા છે. વિવિધ રસ્તામાં જે ગાબડા પડી ગયા હતા તેના પર પણ પેચ વર્ક કરવામાં આવી રહ્યા છે. આમ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ધુમાડો કરતા પણ પાલિકા સહેજ પણ ખચકાતા નથી. જો આજ પ્રાથમિક સુવિધા માટે જો કોઈ નાગરિકે જણાવ્યું હોત તો તેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધરમના ધક્કા ખાઈ ખાઈને ચપ્પલ ઘસાઈ ગયા હોય પણ કામગીરી ગોકળગાયની ગતિએ ધીમે ધીમે થઈ હોત.
ઢોરોનું સતત બીજા દિવસે પણ ફૂટ પેટ્રોલિંગ
વડોદરા શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. જયારે વડાપ્રધાન નરેન્દ્રમોદી ૧૮ મી જુને વડોદરા સંસ્કારી નગરીમાં એરપોર્ટ સર્કલથી મનીષા ચોકડી સુધીની રોડ શો યોજવાના હતા ત્યારે આ રોડ શોના રૂટ એરપોર્ટ થી લેપ્રસી મેદાન સુધીના રોડ પર ગઈકાલે રખડતા ઢોર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જયારે આજે મહાવીર ચાર રસ્તાથી કિશનવાડી સુધી આજે પણ ફૂટ પેટ્રોલિંગ કરી તેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના રોડ શોમાં ટ્રાફિકમાં કેવીરીતે અવરોધ રૂપ થવું તેનું નિરિક્ક્ષન કર્યું હતું.
વધુ એકવાર પાલિકાની વ્હાલા-દવલાની નીતિ
૧૮ જુને વડાપ્રધાન મોદી જ્યાં સભા સંબોધવાના છે તેનાથી માત્ર ૩૦૦ થી ૪૦૦ મીટર દુર આવેલ સોસાયટીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્હાલા દવલા ની નીતિ સામે આવી રહી છે. પાલિકાના ચેરમેન હિતેન્દ્ર પટેલ ના વોર્ડમાં આવેલ દૂધેશ્વર સોસાયટીની બાજુમાં આવેલ મહાવીર નગરમાં છેલ્લા એક વર્ષથી ગંદા પાણી અને લો પ્રેશરની સમસ્યાઓથી રહીસો ત્રાસી ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. જ્યારે દૂધેશ્વર સોસાયટીમાં આજથી બે મહિના પહેલા જ પાણીની સમસ્યા હતી તે ટુંક જ સમયમાં યુધ્ધના ધોરણે કરાઈ હતી જ્યારે મહાવીર નગરમાં છેલ્લા એક વર્ષથી ચાલતી ગંદા પાણીની સમસ્યા અને લો પ્રેશરને કારણે સોસાયટીના રહીશો પાલિકાના વ્હાલા દવલાની નીતિને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે.
અધિકારીઓ એટલી જાડી ચામડીના છે કે કોર્પોરેટરનું પણ નથી સાંભળતા
અમારી સોસાયટીમાં છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ગંદુ પાણી અને લો પ્રેશરને કારણે અમારી સોસાયટીની મહિલાઓ ત્રાસી ગઈ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ અધિકારી ઓ આવે છે અને પાણીનું સેમ્પલ લઇ જાય છે પરંતુ તેનું કોઈ પણ નિરાકરણ થતું નથી. અમારી સોસાયટી આખી ભાજપની છે ભાજપના કોર્પોરેટર આ અધિકારીઓને કહી કહીને થાકી કી ગયા પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ તેમનું સાંભળતા નથી. – નીરજ જૈન, સ્થાનિક
કામગીરી ચાલે છે ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે
સોસાયટીની રહીશોની સમસ્યાને ધ્યાનમાં રાખીને અધિકારીઓને સુચના આપી છે ટુંક જ સમયમાં આ સમયનું નિરાકરણ થઇ જશે. ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન
ભાજપના ઝંડા રોડ પર લહેરાયા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડની સાફ સફાઈ તથા રોડ રસ્તા વચ્ચે આવેલ ડિવાઈડર ને પણ કલર કામ કરવામાં આવ્યું છે. જ્યારે ડિવાઈડર ની વચોવચ દેશની સૌથી મોટી પાર્ટી ગણાતી પાર્ટી એવી ભાજપના ઝંડા લહેરાયા.
રોજી-રોટી કોણ આપશે?
લેપ્રસી મેદાન સુધી જવાના છે તે રોડ પર આવેલ લારી ગલ્લા ને હટાવી દેવાતા લારી ગલ્લા ધારકો દ્વારા પાલિકા દ્વારા રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે ૧૮ જુને મોદી આવવાના છે તો અત્યારથી જ લારી ઓ હટાવતા અમારા ઘરની રોજી રોટી અમે કઈ થી લઈશું.
ધક્કો ખાવા જ અરજી કરવા જજો..!
વોર્ડ નંબર ૯ ના વોર્ડ ઓફિસર સહિતના દરેક સ્ટાફ મોદીની સભા પાછળ દિવસ-રાત દોડધામ મચાવતો હોવાથી સ્થાનિક વિસ્તારના સમસ્યાથી ત્રસ્ત રહીશો સમસ્યા ન કહે તે માટે વોર્ડ ઓફિસમાં કોઈ જવાબદારી અધિકાર ન દેખાયા પણ દરવાજા બંધ જોવા મળ્યા હતા.