ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવનારા ઠગને પોલીસે ઇન્દોરથી દબોચી લીધો – Gujaratmitra Daily Newspaper

Madhya Gujarat

ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવનારા ઠગને પોલીસે ઇન્દોરથી દબોચી લીધો

       ગોધરા: ગોધરાના ઈસમના બેંક ખાતામાથી ૨૩ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરનારા ઠગ આકાશ દેયને ઈન્દોરથી ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના સરકારી વસાહતમાં રહેતા મુકેશભાઈ નિનામાના મોબાઈલ પર ફોન કરીને શેરમાર્કેટ એડવાઈઝરી કંપની માંથી પ્રિયા નામની છોકરી તેમજ અંકિત નામના યુવાને શેરબજારમા વધુ રોકાણ કરી વધુ વળતર આપવાની લાલચ આપી હતી.સાથે મોબાઈલ ફોન અને ચેટ દ્વારા વધુ રોકાણ કરશો તો વધુ વળતરની લાલચ આપી હતી.

પાનકાર્ડ,આધારકાર્ડ,બેંકખાતા સહીતની  વિગતો મંગાવીને આરોપીઓએ  અલગ અલગ બેંક એકાઉન્ટ તેમજ ફોન પે માં  મુકેશભાઈ પાસેથી ૨૩,૨૭,૦૪૯ લાખ જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઓનલાઈન ખરીદી, તેમજ ઈન્દોર ખાતે આવેલા અલગ અલગ એટીએમ માંથી પૈસા ઉપાડી લીધા હતા.જેમાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ નંબરો તેમજ બેંક ખાતાની વિગત સહિત ટેકનિકલ એનાલિસીસથી  તપાસ કરતા આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર હોવાનુ તપાસમા બહાર આવ્યુ હતુ.આથી ગોધરા સાયબર ક્રાઈમ પોલીસની  ટીમ ઈન્દોર ખાતે જઈને બેંક ખાતાધારક આકાશ સુનિલ દેય. રહે સ્કીમ ન- ૫૧ ડી.૨૮૯ પોલીસ ચોકી નજીક ઈન્દોર, મધ્યપ્રદેશ મુળ રહે બાલીગંજ કોલકાતા વેસ્ટ બંગાલ ની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top