Vadodara

સેમ્પલ વિના RTPCRના બનાવટી રિપોર્ટ તૈયાર કરનાર ઠગ ઝડપાયો

વડોદરા: કોરોના મહામારીને કાબુમાં લેવા સતર્ક તંત્રને પડકાર ફેંકતો ભેજાબાજ કોઈપણ રિપોર્ટ વિના કોરોનાના આરટીપીસીઆરના બનાવટી રિપોર્ટ બનાવતો ડીસીબી એ રંગેહાથ ઝડપી પાડયો હતો. શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી આર ખેર તેમની ટીમ સાથે તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, રાકેશ ભગવાનદાસ મીરચંદાની (રહેવાસી-10-હરિક્રિષ્ણા સોસાયટી, પટેલપાર્કની બાજુમાં ઠેકરનાથમહાદેવ મંદિર પાસે કિશનવાડી રોડ) કોઈપણ પ્રકારના સેમ્પલ વિના વગર કોિવડ-19ના નેગેટીવ અને પોઝીટીવ રિપોર્ટ બનાવે છે.

પોલીસે આયોજનબધ્ધ છટકુ ગોઠવીને ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. ડમી ગ્રાહકે રાજય બહાર જવા માટે કોિવડ-19ના પોઝીટીવ રિપોર્ટ માંગતા ભેજાબાજ 800 રૂિપયામાં આપવા તૈયાર થયો હતો. નાણાં લઈને રિપોર્ટ ગ્રાહકને આપતા જ પોલીસે ગઠિયાને દબોચી લીધો હતો. પોલીસે કડકાઈભરી પૂછતાછ કરતા ભેજાબાજે જણાવ્યું હતું કે, ગુજરાત બહાર જવા માટે આરટીપીસીઆર રિપોર્ટ બોર્ડર ઉપર જ માંગતા હોવાથી પોતાના લેપટોપ પર પીડીએફ એડીટર નામની એપ્લિકેશન દ્વારા મહારાષ્ટ્ર જવા માટે બનાવ્યો હતો. કોઈપણ પ્રકારની તકલીફ વિના બનાવટી રિપોર્ટ આધારે અવરજવર કરી શકાતી હોવાથી અન્ય જરૂરીયાતમંદો પાસેથી રિપોર્ટ આપીને નાણાં ખંખેરતો હતો. પોલીસે ભેજાબાજ િવરૂધ્ધ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો નોંધીને ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી હતી.

350 રૂપિયામાં નેગેટીવ અને 800 માં પોઝીટીવ રિપોર્ટ

એકતરફ કોરોનામાં આરટીપીસીઆર રિપોર્ટ અંગે તંત્ર લેબોરેટરીઓના સંચાલકોને સતર્કતા પૂર્વકના પગલા લેવા માટે તાકિદ કરે છે. જયારે બીજી તરફ આવા લેભાગુ તત્વો સમાન રાકેશ ટ્રાવેલ્સનો ધંધો કરતા કરતા બનાવટી રિપોર્ટ રૂ. 350 અને પોઝીટીવ રિપોર્ટના રૂ. 800 ગુગલપે થી લેતો હતો. ખાસ કરીને રાજય બહાર અવરજવર કરતા મુસાફરો, વિમાની કામગીરી કરતા એજન્ટો, નોકરીમાં રજા મેળવવા કર્મચારીઓ પગાર ઉપરાંત વધારાના નાણાં મેળવવા બનાવટી રિપોર્ટ ખરીદતા હતા.

Most Popular

To Top