- શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારો માંથી સફેદ પથ્થરો જમીન માંથી કાઢીને ટ્રકોમાં ખનીજ વિભાગના નિયમોનું પાલન નહી કરીને હેરા ફેરી થઈ રહી છે. સફેદ પથ્થરો ભરીને જતી ટ્રકો ના ચાલક પાસે લાયસન્સ તેમજ વાહન નો વીમો છે કે નહી તે તપાસ પોલીસ અને આર. ટી. ઓ દ્વારા કરવામાં આવવી જોઈએ તે જરૂરી છે.
શહેરા: શહેરા તાલુકાના સગરાડા સહિતના ગ્રામીણ વિસ્તાર મા આવેલ જમીનમા મોટા પ્રમાણ મા સફેદ પથ્થરો આવેલ છે. રોયલ્ટી પાસ વગર અમુક ટ્રકો માં સફેદ પથ્થરો ઓવર લોડ ભરીને બેરોકટોક હેરાફેરી થઈ રહી છે. તાલુકા મા ખનીજ ચોરી વધતા સરકારી તિજોરી ને મસ મોટુ નુક્શાન જઈ રહયુ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ સહિતનું અન્ય તંત્ર આ સામે કાર્યવાહી કરવામાં ખચકાઈ રહયુ છે.
શહેરા તાલુકા સગરાડા ,છોગાળા , શેખપુર સહિતના વિસ્તારમાં આવેલી જમીન મા મોટા પ્રમાણ મા સફેદ ચમકતા પથ્થરો આવેલ છે ખનિજ ચોરો હાલ તાલુકા માંથી લીજ ન હોવા છતા ખનિજ ચોરી કરતા ગભરાતા નથી. સગરાડા સહિતના વિસ્તારમાં લીજ ન હોવા છતા પાછલા કેટલાક સમય થી બેરોકટોક સફેદ પથ્થરો કાઢવામા આવી રહયા છે. ખાણ ખનીજના નિયમોને બાજુમાં મૂકીને રોયલ્ટી પાસ વગર તેમજ ઓવર લોડ સફેદ પથ્થરો ભરીને અમુક ટ્રકો મામલતદાર કચેરી તેમજ ફોરેસ્ટ વિભાગની કચેરી પાસેથી પસાર થતી હોવા છતાં આ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી.