SURAT

5 વર્ષથી બીમાર મહુવાની શિક્ષિકા માટે સુરત જીલ્લા શિક્ષણ અધિકારીએ કર્યું એવું કામ કે…

સુરત: સુરત(Surat)નાં શિક્ષણ અધિકારી(Education Officer)ની એક માનવતાભરી કામગીરી સામે આવી છે. ગંભીર બીમારીથી પીડાઈ રહેલા મહુવા(Mahuva)ની શાળાનાં શિક્ષિકા(teacher)ને શાળામાંથી રાજીનામું(Resignation) આપવું હતું. પરંતુ બીમારીથી લાચાર હોવાના કારણે સુરત આવી શકે તેમ ન હતા. જેથી સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો. ડી.ડી.આર. દરજીએ એવું કાર્ય કર્યું જેણે લોકો સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું કર્યું હતું. શિક્ષણ અધિકારીએ મહિલાનું રાજીનામું લેવા પોતે જ મહિલા શિક્ષકનાં ઘરે પહોંચી ગયા હતા.

છેલ્લા 5 વર્ષથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે શિક્ષિકા
સુરત જીલ્લાના મહુવા તાલુકાના કરચેલીઆમાં આવેલી ભૂ.ભી.સાર્વજનિક હાઇસ્કૂલમાં લત્તાકુમારી લાછાભાઈ પટેલ મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા 5 વર્ષથી લત્તાબેન ખુબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેઓની બધી જ સંગ્રહિત તથા બિનપગારી રજાઓ પણ પૂર્ણ થઈ હતી પરંતુ તેઓ હજુ પણ શાળામાં હાજર રહી શકે તેમ ન હતા. જેના કારણે તેઓ પોતાની મરજી તેમજ રાજીખુશીથી તેઓ શાળામાંથી રાજીનામું આપવા ઈચ્છતા હતા. પરંતુ સરકારના એક નિયમ અડચણ રૂપ હતો. જેના કારણે તેઓ રાજીનામું આપી શકતા ન હતા. સરકારનો નિયમ એમ હતો કે જો તેઓએ રાજીનામું આપવું હોય તો તેઓએ શિક્ષણાધિકારી સમક્ષ આપવાનું હોય છે. પરંતુ તેઓની બીમારી એવી હતી જેના કારણે તેઓ રાજીનામું આપવા માટે સુરત સુધી પણ જઈ શકતા ન હતા. આટલી ગંભીર વિકટ પરિસ્થિતિ સામે રાજીનામાની ઇચ્છા હોવા છતા લાચાર હતા.

પોતે જ ઘરે પહોંચી જઈ રાજીનામું લીધું
આ સમગ્ર વાતની જાણ શાળા દ્વારા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી. જેથી શિક્ષણ અધિકારીએ તેઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માનવતા ભર્યું કાર્ય કર્યું હતું. શિક્ષણ અધિકારી પોતાના વહિવટી અધીકારી તેમજ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર નિહારીકાબેન તથા કર્મચારી વિપુલભાઈ સાથેની ટીમ લઈને શાળામાં પહોંચ્યા હતા. શાળાએથી શિક્ષણ અધિકારી પોતાની ટીમ સાથે બિમાર શિક્ષિકાના ઘરની મુલાકાત લીધી જ્યાં તેઓએ તેમની માંદગી અંગે ખબર અંતર પૂછી તેમની લાગણી વ્યકત કરી હતી. ત્યારબાદ રાજીનામાં પર શિક્ષિકાના અંગુઠાનું નિશાન લઈ તેમના રાજીનામાં પર હસ્તાક્ષર કર્યા હતા. જેના કારણે શિક્ષિકા અને તેઓના પરિવારજનોએ શિક્ષણ અધિકારી તેમજ શાળા પરિવારનો આભાર માન્યો હતો. તેમજ તેઓના કાર્યની સરાહના કરી હતી.

Most Popular

To Top