SURAT

સુરત કલેકટરે સવારે માર્કેટ ખોલવાની મંજૂરી આપી અને સાંજે પરત પણ ખેંચી લીધી

સુરત: ગત તા.28મી મેથી બંધ કાપડ માર્કેટ (SURAT TEXTILE MARKET) આજે સોમવારે શરૂ કરવા અંગે પહેલા કલેકટરે મંજૂરી આપ્યા બાદ બપોરે પરત ખેંચી લેતાં વેપારીઓ માટે ભારે મુંઝવણભરી પરિસ્થિતિ સર્જાવા પામી હતી. જેમાં સવારે પરમિશન (PERMISSION) આપ્યાં બાદ પરત ખેંચી લેવાને કારણે અનેક તર્કવિતર્ક વહેતાં થયાં હતાં. તેમજ કલેકટર (DISTRICT COLLECTOR) અનિર્ણાયક અને ઉતાવળિયા પુરવાર થયા હતાં.

ફોસ્ટા (FOSTA) પ્રમુખે બપોરે બાર વાગે માર્કેટ શરૂ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM RUPANI)ને રજૂઆત કરી હતી. જોકે તેની થોડીવારમાં જ ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં 10 અને 11 તારીખે સવારે 10થી બપોરે 2 વાગ્યે સુધી વેપારીઓ પરચૂરણ કામો માટે દુકાનો ખોલી શકશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ફોસ્ટા અને ચેમ્બરની અલગ-અલગ વાતોને લીધે વેપારીઓ ભ્રમિત થયા હતા. ચર્ચા એવી છે કે ચેમ્બર અને ફોસ્ટાના પદાધિકારીઓ વચ્ચે ઇગો ક્લેશ થતા આવા અલગ-અલગ નિર્ણયોને લીધે વેપારીઓનો મરો થઇ રહ્યો છે.

કલેકટરનાટ પત્ર (LETTER TO COLLECTOR)ને આધારે ચેમ્બર દ્વારા 10 અને 11 તારીખે દુકાનો ખોલી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી પરંતુ 12.30 વાગે આ જાહેરાત કરાતા 10 તારીખનો સમય વીતો ગયો હતો. જોકે કેટલાક વેપારીઓએ ચેમ્બર કઇ રીતે કાપડ માર્કેટ બંધ રખાશે કે ચાલુ રહેશે તેનો નિર્ણય લઇ શકે છે? આ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં પણ વેપારીઓએ તેમનો બળાપો વ્યક્ત કર્યો હતો. કેટલાક વેપારીઓનું કહેવું હતું કે ફોસ્ટા જે નિર્ણય લેશે તે જ માન્ય ગણાશે. સાંજ સુધી આ મુંઝવણ બાદ ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડા અને દિનેશ દ્વિવેદી પોલીસ કમિશનર અને કલેક્ટર ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમને દુકાનો શરૂ કરવામાં આવે તો શું સમસ્યાઓ આવી શકે છે તે અંગે માહિતી આપી હતી. તમામ વિગતો સમજ્યા બાદ કલેક્ટરે માર્કેટ ખોલવાનો નિર્ણય પરત ખેંચી લીધો હતો. એટલે કે મંગળવારે દુકાનો ખુલશે નહીં.

ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે ફોસ્ટાએ વેપારીઓની પ્રમુખ સંસ્થા છે. 70000 વેપારીઓ ફોસ્ટામા વિશ્વાસ ધરાવે છે અને કેટલાક કારણોસર અમે મંગળવારે માર્કેટો બંધ રહે તે અંગે રજૂઆત કરી હતી. જે સ્વીકારવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે માર્કેટના જુદા-જુદા સંગઠનોએ રજૂઆત કરી હતી. તેના આધારે અમે કલેક્ટરને રજૂઆત કરી હતી. ટેક્ષ્ટાઈલના જ વિવિધ સંગઠનોની માંગણીને આધારે ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને પગલે જિલ્લા કલેકટરે તા. ૧૦ અને ૧૧ મેના રોજ સવારે ૧૦થી બપોરે ર કલાક સુધી ટેકસટાઇલ માર્કેટ શરૂ રાખવા પરવાનગી આપી હતી, પરંતુ પાછળથી જિલ્લા કલેક્ટરે અધિકારીઓની બનેલી સંકલન સમિતિ સાથે ચર્ચા કરી બપોરે આપેલી મંજૂરી સાંજે રદ કરી દીધી હતી.

કલેક્ટરના મંજૂરીપત્રની એક નકલ સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પણ તેઓએ મોકલી હતી, પરંતુ પોલીસ પરવાનગીનો પ્રશ્ન ઉભો થતા ચેમ્બરે વિવિધ સત્તાધિશોને તેની જાણ કરી હતી. જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલ અને પોલીસ કમિશનર અજય તોમરે ટેક્સટાઇલ માર્કેટ આવા સંજોગોમાં ખરેખર ખોલવી જોઈએ કે નહીં તે બાબતે અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી અને એક દિવસ માટે હવે માર્કેટ નહીં ખૂલશે તો ચાલશે તેવો અભિપ્રાય અગ્રણી ટ્રેડર્સ તથા ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓએ આપ્યો હતો.

ટેક્સટાઇલના આ સંગઠનોએ ચેમ્બરને પત્ર લખી કાપડ માર્કેટ ખોલવા માંગ કરી હતી

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે ટ્રેડર્સ અગ્રણીઓ અને ટ્રેડર્સની વિવિધ સંસ્થાઓ સાથે રહીને ચેમ્બરે જે રજૂઆત તા. ૭ મે, ર૦ર૧ના રોજ કરી હતી એના જ અનુસંધાનમાં આજે સોમવાર, તા. ૧૦ મે, ર૦ર૧ના રોજ લેખિત પરવાનગી મળી હતી. ટેક્ષ્ટાઈલના જ વિવિધ સંગઠનો જેવા કે કેટલાક ટ્રેડર્સ એસોસીએશન, યાર્ન મેન્યુફેકચરર્સ એસોસીએશન, યાર્ન ડીલર એસોસીએશન, વિવિંગ એસોસીએશન તથા પ્રોસેસિંગ એસોસીએશનોએ કરેલી માંગણીના સંદર્ભમાં આ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વહીવટી કારણોસર આ લેખિત પરવાનગી રદ કરવામાં આવી છે તેવું જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે ચેમ્બરને જણાવ્યું છે. ચેમ્બરે કલેક્ટરને સમજાવ્યા હતા કે રાજ્યના ગૃહમંત્રાલયના પરિપત્રમાં હોલસેલરની દુકાનો બંધ કરાવવાની કોઇ જોગવાઇ નથી. રિંગરોડની કાપડ માર્કેટોમાં રિટેલ ધોરણે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે વેપાર થતો નથી. સીધો ટ્રેડર ટુ ટ્રેડર વચ્ચે વેપાર થાય છે. જાહેરનામામાં રિટેલની દુકાનો બંધ રાખવાની જોગવાઇ છે.

ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચાલતી ચર્ચા: વિવર્સ અને પ્રોસેસર્સને પેમેન્ટ ન આપવું પડે તે માટે વેપારી લાંબો સમય દુકાનો બંધ રાખવા માંગે છે

સુરતના કાપડ ઉદ્યોગાં એવી ચર્ચા ચાલી રહી છે કે દેશના કેટલાક શહેરોમાં લોકડાઉન હોવાથી તેમનુ પેમેન્ટ નહીં મળતા તેવો પણ વીવર્સ અને પ્રોસેસર્સને પેમેન્ટ કરવા માંગતા નથી. જો દુકાનો ખોલવામાં આવે તો પ્રોસેસર્સ અને વીવર્સ બાકી નાણાની વસુલાત માટે માર્કેટમાં આવશે અને તેમને પેમેન્ટ આપવુ પડશે. જેથી તેઓ અન્ય શહેરોમા રિટેલ માર્કેટ નહીં ખુલે ત્યાં સુધી સુરત કાપડ માર્કેટ પણ બંધ રહે તેવુ ઇચ્છે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top