ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી, બે હાથ જોડી, આંખો બંધ કરી, ઇચ્છિત વસ્તુની યાચના કરવી તે પ્રાર્થના નથી. બીજા લોકો માટે સતત સારું અને હકારાત્મક વિચારવું, પ્રેમ ભર્યું વર્તન કરવું, જરૂરી મદદ કરવી આ પ્રાર્થના જ છે. આ વાત તા. 22/9 ના ચાર્જિંગ પોઇન્ટના ‘પ્રાર્થના કરું છું’ લેખમાં સુંદર રીતે કહી છે. આપણા ચારેય વેદો અને ઉપનિષદ પ્રાર્થના મંત્રો જ છે. વૈદિક ઋષિઓની પ્રાર્થના જિજ્ઞાસા અને ધન્યવાદ ભાવથી પ્રગટી છે. આત્માનો ખોરાક, હ્દયથી હ્દયનો સંવાદ, અંતરભાવનું નિવેદન, મૌનનું સંગીત અને પરમ ઊર્જા પ્રાપ્ત કરવાનું વિજ્ઞાન પ્રાર્થના છે. મહત્ત્મા ગાંધી સવાર સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા અને તેમણે કહેલું કે મને આઝાદી માટે અંગ્રેજો સામે લડવાનું બળ પ્રાર્થના થકી જ મળે છે. દ્વૈત ભાવથી શરૂ થયેલી પ્રાર્થના અદ્રૈત સુધી પહોંચી જાય છે. સીમિત ન રહેતા અસીમમાં વિસ્તરે છે. રાગદ્વૈષ રહિત જીવન સ્વયં પ્રાર્થના છે. ‘સર્વે સન્તુ નિરામયા’ એ પ્રાર્થનાનો અર્ક છે. સ્કૂલો અને દરેક કાર્યક્રમોની શરૂઆત પ્રાર્થનાથી થાય છે. સર્વે ધર્મોએ પણ પ્રાર્થનાનો સ્વીકાર કરેલો છે.
સુરત – પ્રભા પરમાર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પરમ ઊર્જાબળ પ્રાર્થના
By
Posted on