ઇંદિરા ગાંધીના શાસન દરમ્યાન 42મા બંધારણીય સુધારાથી બંધારણમાં સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. તેમાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી અને સર્વોચ્ચ અદાલતના એક વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે બંધારણ આમુખ બંધારણનો ભાગ ગણેલ છે. કેશવાનંદ ભારથી કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ ફેરફાર કરી શકે નહીં અને તેમાં ધર્મનિરપેક્ષતાને મૂળભૂત માળખાનો એક ભાગ ગણવામાં આવેલ છે.
કયા કારણથી આ શબ્દો બંધારણમાંથી દૂર કરવા અરજી કરવામાં આવે છે તે સમજી શકાતું નથી. આ શબ્દ દૂર કરીને કદાચ દેશને ધાર્મિક રાજય જાહેર કરવાનો ઇરાદો હોઇ શકે. પરંતુ સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી સ્પષ્ટ થઇ ગયું છે કે આ શબ્દ દૂર થઇ શકે નહીં. આમ આ ચુકાદાથી ફરીથી સ્પષ્ટ થયું છે કે ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આ ચુકાદાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટ તારવી આપેલ છે.
પાલનપુર – અશ્વિનકુમાર કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.