વાંસદા, સુરત : વાંસદામાં ભરબપોરે આશરે ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન આકાશમાં સૂર્યના ફરતે વિશાળ ગોળ રાઉન્ડ દેખાતાં લોક ટોળું ભેગું થઈ આ અજબ દૃશ્ય નિહાળવા લાગ્યા હતા. સૂર્યની ફરતે આ વિશાળ ગોળ રાઉન્ડમાં અલગ અલગ કલર પણ જોવા મળતા મેઘધનુષ જેવું લાગી રહ્યું હતું. આ ઘટના અંગે ખગોળ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, જો આવું દેખાય તો સમજવું કે આ વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ આવશે.

જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગૌરે જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બને છે કે જ્યારે સૂર્યની આસપાસ એક તેજસ્વી વૃત ચોક્કસ ડિગ્રીએ દેખાય. તેને Sun Halo કે જેને ગુજરાતીમાં ‘સૂર્ય ની ફરતે વાળો’ કહેવામાં આવે છે. ઘણી વખત તે રંગીન પણ હોય છે. આમ તો તેને ‘22 ડિગ્રી હાલો’ પણ કહેવામાં આવે છે, કારણ કે તે સામાન્ય રીતે સૂર્યથી 22 ડિગ્રીના ખૂણાથી દેખાય છે. જોકે, લોકોએ પ્રકૃતિનો આ આલ્હાદક નજારો જોઈને અલગ જ આનંદની અનુભૂતિ કરી હતી.
આ ઘટના કેવી રીતે બને છે– Sun Halo બરફના અણુઓ દ્વારા બને છે, જે સામાન્ય રીતે ઉપરના વાયુમંડળમાં તે હોય છે. ઉપરલા વાયુમંડળમાં બરફના નાના હેક્સાગોનલ ક્રિસ્ટલ્સ હોય છે. જ્યારે સૂર્યનું પ્રકાશ આ બરફના કણોમાંથી પસાર થાય છે ત્યારે… પ્રકાશ 22° ખૂણાથી વિભાજિત થાય છે (જેમ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે વિભાજિત થાય છે, તેમ). પરિણામે, આપણને સૂર્યની આસપાસ એક તેજસ્વી વૃત દેખાય છે. જેને Halo કહેવામાં આવે છે.
સન હાલોની ખાસિયત શું છે ?
વિષય વિગત
દેખાવ સૂર્યની આસપાસ એક વર્તુળ રિંગ (ક્યારેક રંગીન હોય છે, ક્યારેક સફેદ)દૃશ્યતા સામાન્ય રીતે સવારે કે બપોરે સ્પષ્ટ આકાશમાં
ખૂણો લગભગ 22° સૂર્યથી દૂરહવામાન સંકેત Cirrostratus એટલે કે એવા વાદળ કે જે ઊંચી ઊંચાઈએ (સામાન્ય રીતે 5 થી 13 કિમી, 16,500 થી 45,000 ફૂટ) પર પાતળા અર્ધ-અર્ધપારદર્શક વધુ કે ઓછા સમાન સ્તરની રચના કરે છે તે ત્યાં હાજર હોય છે. ઘણી વાર વરસાદ કે હવામાન બદલાવનો સંકેત પણ હોય શકે છે.