હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે પણ ગ્રીષ્મ ઋતુ આકરી રહેવાની છે. લગભગ દર વર્ષે ઉનાળો આકરો જ હોય છે. શિયાળાના અમુક મહિના બાદ કરતા ભારતમાં લગભગ નવ મહિના ગરમીનું સામ્રાજ્ય જ હોય છે જે અતિ અકળાવનારું હોય છે. વર્ષાઋુતુમાં વરસાદ હોય તો ઠંડકનો અહેસાસ થાય પણ વરસાદ બંધ થતા ગરમી તો હોય જ. આ સમસ્યા કાશ્મીર-હિમાચલને બાદ કરતા અત્ર, તત્ર સર્વત્ર છે જ. સમસ્યાનું મૂળ વૃક્ષની કાપણી જ છે. આજે તો અત્ર, તત્ર સર્વત્ર સિમેન્ટ-ક્રોંક્રીટના જંગલો ઊભા થઇ ગયા છે.
એ.સી. પણ મોલ કે પ્રત્યેક ઘરોમા હોય જ છે જે બહારની બાજુ વધુ ગરમી ફેલાવે છે. વાહનો દ્વારા પણ ગરમી વધુ ઉદ્દભવે. કારખાના, મિલ વિ. પણ વધુ ગરમી વૃક્ષો તથા જંગલોના નિકંદનને કારણે હોઇ શકે. શિયાળો સહન થઇ શકે પણ ઉનાળાની ગરમી ત્રાહિમામ કરી દે. વૃક્ષો શુધ્ધ પ્રાણવાયુ અર્પણ કરે સાથે ઠંડક પણ પ્રદાન કરતા હોય છે. વૃક્ષારોપણ કરી એની માવજત પણ થવી જોઇએ. પ્રકૃતિ આપણી જીવનદાતા છે એનું સંરક્ષણ અવશ્ય થવું જોઇએ. વિશ્વના ઘણા દેશો પ્રકૃતિનું જતન કરે છે. ન્યૂઝિલેન્ડ એમાં મોખરે છે. ત્યાં પ્રદૂષણ નહીંવત પ્રમાણમાં છે. ત્યાં સર્વત્ર લીલોતરી જ દૃશ્યમાન થાય છે અને વાતાવરણ શીતળતા સભર જ રહે છે ત્યાં આપણે પણ જાગવુ જોઇએ.
સુરત – નેહા શાહના– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.