સંતાનોને મોજ કરવા જેવું રહેતું નથી. વિદ્યાર્થીઓ માટે શાળાની દીવાલો બીજી રીતે ઘેરાયેલી રહે છે. વાલીઓ સંતાનો માટે વેકેશન પૂર્વે જ વેકેશનનું પ્લાનિંગ કરી દેતા હોય છે. સંતાનો માંડ એક ખીલેથી છૂટયા નથી ત્યાં તો બીજે ખીલે બંધાઇ જતા હોય છે. સ્વીમીંગપુલમાં ધકેલી દેખાય, કોમ્પ્યુટર કલાસમાં ભરતી કરી દેવાય છે. ટૂંકા અભ્યાસક્રમોમાં જોતરી દેવાય, પર્સનાલીટી કે પબ્લિક સ્પીકીંગ એવા લેબલ નીચે મોકલવામાં આવે.
જોતજોતામાં વેકેશન પૂરું થવા આવે. સંતાનોને રોમાંચ ને બદલે કંટાળાજનક સ્થિતિમાં રહેવું પડે. વિદ્યાર્થી હતાશ થઇને બોલે અરે! વેકેશન પડયું. ન ખેલકૂદ, ન સગા સંબંધી, ન મનગમતું ખાવું – પીવું, ભટકવું, ન મિત્રો સાથે ગપસપ. વેકેશનમાં મોજ માણવાને બદલે બંધનમાં રહી વિદ્યાર્થી જ બની રહેવાનું. લોભામણી જાહેરાતોથી વિદ્યાર્થી ધાણીનો બળદ બન્યો છે. જાતજાતની ભાષા વાપરી શાળાઓના કર્મચારીઓએ શરમને નેવે મુકી છે. નાના બાળકોના જીવન ઝૂંટવાઇ રહ્યા છે. તેમનાં સ્વપ્નોને રંગદોળ્યા છે. બાળકોના તરવરાટને સાંકળોથી બાંધી દીધા છે. તેમનાં રોમાંચ, ઉત્સાહને છીનવી લેવાયો છે. બાળકોને વેકેશન ઉજળવા દેવાને બદલે બંધનમાં રાખ્યા છે.
સુરત – સુવર્ણા શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.