Columns

ત્રણ મધમાખીની કહાની

વાડામાં એક ઝાડ ઉપર મોટો મધપૂડો બાંધ્યો હતો. પપ્પાએ મધપૂડામાંથી મધ કાઢવા માટે માણસોને બોલાવ્યા. માણસોએ કહ્યું, ‘તમે ઘર બંધ કરીને બેસી જાઓ બારીઓ બંધ કરી દો.’ અને પછી તેમણે મધપૂડાની નીચે આગ પેટાવી, મધમાખીઓ ઉડી અને તેમણે મધપુડો લીધો અને મધ કાઢી લીધું. ઘણું બધું મધ એકઠું થયું અને તેઓ મધ અંદર આપી ગયા.  નાનકડા છોકરાએ જોયું કે મધ ઘણું બધું હતું, તેની સાથે ત્રણ માખીઓ હતી, જે આખી મધમાં ડૂબી ગઈ હતી. તેણે પપ્પાને કહ્યું, ‘પપ્પા, આ માખીઓનું શું થશે?’ તો તેના પપ્પા બોલ્યા, ‘હવે આ માખીઓ મરી જ જશે કારણ કે, હવે તેમને કોઈ રીતે બચાવી શકાય તેમ નથી.’

 છોકરો રડવા લાગ્યો તેણે કહ્યું, ‘પપ્પા, આ માખીને બચાવવાની આપણે કોઈ કોશિશ ન કરી શકીએ.’ તેના પપ્પાએ કીધું તું શાંત થા પછી પપ્પાએ માણસોને ફરી બોલાવ્યા માણસોએ કહ્યું હવે કંઈ નહીં થઈ શકે. તમે ખાલી એટલું કરી શકો છો કે તેને આમાંથી કાઢી અને એક વાટકામાં બહાર મૂકી દો. પપ્પાએ માણસોએ કહ્યું તેમ મધમાખીઓને કાઢી અને વાટકામાં મૂકી વાટકો બહાર મૂકી દીધો. બહાર મધપૂડામાંથી ઉડેલી મધમાખીઓ આમ-તેમ ઉડતી હતી, તેથી ધીરે ધીરે બધી જ આ વાટકા પાસે ભેગી થઈ અને પોતે મધમાં ડૂબી ગયેલી ત્રણ માખીઓની પાંખ પરથી મધ સાફ કરવા લાગી. બધી માખીઓ મધમાં ડૂબેલી મધમાખીઓના પાંખ પર ચીટકેલું મધ સતત સાફ કરવા લાગ્યા.

ધીરે ધીરે એક મધમાખી ઉડી, બીજી ઉડી અને ત્રીજી એક હતી હજી પણ બધી મધમાખીઓ મળીને તેની પાંખ પરનું મધ સાફ કરી રહી હતી. છોકરો સતત બારીમાંથી આ જોઈ રહ્યો હતો. તેણે પપ્પાને કહ્યું, ‘પપ્પા, બે મધમાખીઓ તો ઉડીને બચી ગઈ હવે આ ત્રીજીનું શું થશે?’ થોડીવારમાં તેમણે ફરી જોયું તો વાટકો ખાલી હતો… ત્રીજી મધમાખી પણ ઉડી ગઈ હતી.

 છોકરો ખુશ ખુશ થઈ ગયો. પપ્પાએ તેને કહ્યું કે દીકરા તારી ઈચ્છાને કારણે આ ત્રણ મધમાખીઓને આપને બહાર મૂકી તે સારું કર્યું અને આ મધમાખીઓને તેના પરિવારના જનોએ બચાવી લીધી એટલે આ પરથી આપણને શીખ મળે છે કે, હંમેશા પરિવારજનો, મિત્રો, સ્વજનોની સાથે જોડાયેલા રહો તેઓ તમારી છૂપી તાકાત હોય છે.’  ત્રણ મધમાખીની કહાની આપણને સમજાવે છે કે, એકબીજાનો સાથ, એકબીજાનો પ્રેમ, સંપ અને સહકાર તમને જીવનમાં જીતાડી દે છે અને જીવાડી દે છે.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top