Business

પડ્યાં બાદ ઉઠ્યું અને પૂરપાટ દોડ્યુંઃ શેરબજાર એક જ દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યાં બાદ બમણું વધ્યું

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી. શરૂઆતી કારોબારમાં શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવસના અંતે બજારા ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 843 પોઈન્ટ વધીને 82,133ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 219 પોઈન્ટ ઉછળીને 24,768 પર બંધ થયો હતો. આ સિવાય બેન્ક નિફ્ટીમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. બપોર સુધી શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1200 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 300 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો.

આવી સ્થિતિમાં સેન્સેક્સ દિવસના નીચા સ્તર 80,082ની સરખામણીમાં આજે 82,213.92ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જે 2000 પોઈન્ટનો ઉછાળો છે. તે જ સમયે નિફ્ટીએ દિવસના નીચલા સ્તરથી 600 પોઈન્ટનો વધારો દર્શાવ્યો છે. શેરબજારમાં આટલી ઝડપી રિકવરીનું કારણ હેવીવેઇટ શેરોમાં અદભૂત વધારો અને રોકાણકારો દ્વારા લાર્જ કેપ શેરોની ખરીદી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 27 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે ત્રણ શેર ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને JSW સ્ટીલ દબાણ હેઠળ હતા. સૌથી ઝડપી ઉછાળો ભારતી એરટેલના શેરમાં 4.43 ટકા હતો આ પછી કોટક બેન્ક, હિંદુસ્તાન યુનિલિવર, ટાઇટન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1 ટકાથી વધુનો વધારો થયો હતો ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

NSEની વાત કરીએ તો ટોચના 50 શેરોમાંથી 79 શેરમાં વધારો થયો હતો, જ્યારે માત્ર 10 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 79 શેર અપર સર્કિટમાં અને 73 શેર લોઅર સર્કિટમાં અથડાયા હતા. આ સિવાય 83 શેર 52 સપ્તાહની ટોચે અને 18 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ હતા.

શેરબજારમાં આવેલી અચાનક તેજીના કારણો..

  • ગઈકાલે ફુગાવાના સંદર્ભમાં સારા સંકેતો મળ્યા હતા અને છૂટક ફુગાવો ઓછો હોવાને કારણે આર્થિક વૃદ્ધિના અંદાજમાં વધારો થયો છે.
  • આજે ચીન, હોંગકોંગ જેવા એશિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો જે ભારતીય શેરબજાર માટે સારો સંકેત છે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટનના શેરમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે.
  • ભારતી એરટેલના શેરમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે.
  • રોકાણકારોએ આજે ​​લાર્જ કેપ શેરોમાં જોરદાર ખરીદી કરી છે, જેના કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો છે.

આ 10 શેર્સમાં સૌથી વધુ વધારો
સૌથી મોટા ઉછાળાની વાત કરીએ તો, ભારતી એરટેલનો શેર 4.42 ટકા વધીને રૂ. 1681 પર બંધ થયો હતો. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 2.09 ટકા, ITCના શેરમાં 2.04 ટકા, ભારતી હેક્સાકોમના શેરમાં 4.41 ટકા, Paytmના શેરમાં 3 ટકા, પેજ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 2.78 ટકા, રામકો સિમેન્ટના શેરમાં 4.27 ટકા, વેલપનના શેરમાં 9 ટકા, વેલપનનો શેર 9 ટકા વધ્યો છે. HBL એન્જિનિયરિંગનો શેર 3.61 ટકા વધ્યો હતો અને જેબીએમ ઓટોના શેર 3.29 ટકા વધીને બંધ થયા છે.

Most Popular

To Top