તારીખ ૧૧ ઑગસ્ટના ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં શેરબજારમાં ઘોડાપૂર IPOમાં લિસ્ટેડ ૨૭૨ કંપનીઓ નોંધાઈ એ મતલબના પ્રસિધ્ધ થયેલ સમાચાર વાંચતાં જણાય કે શું શેરબજારમાં IPO દ્વારા કોઈ પણ કંપનીએ લોકો પાસે મેળવેલાં નાણાંનો લાભ દરેક કંપનીમાં મળે છે ખરો? આ લખનાર ૧૯૮૧થી IPO ભરતા. ૧૯૯૦થી ૨૦૦૦ના દાયકા દરમિયાન કંપની તરફથી ઇસ્યૂ બજારમાં લાવતા પહેલાં સેમિનાર યોજવામાં આવતાં તેમાં કંપનીના ડિરેક્ટર વગેરે માહિતી રોકાણકાર સમક્ષ રજૂ કરતાં અને ‘refreshment’ની વ્યવસ્થા કરવામાં આવતી. અનુભવે એવું જણાયું છે કે કેટલીક કંપનીઓ ઇસ્યૂ થકી બજારમાંથી નાણાં મેળવ્યા પછી તેનું અસ્તિત્વ હોતું જ નથી.
ડિરેક્ટર શોધ્યા જડતા નથી. બજારમાં સોદા પડતા નથી એટલે આવી કેટલીક લેભાગુ કંપનીઓના ડિરેક્ટરો રોકાણકારોનાં નાણાં ડૂબી જવાના દાખલાઓ પણ ભૂતકાળમાં બનેલા છે તો હાલમાં પણ બેનામી કંપની ઊભી કરીને પૈસા ચાંઉ કરી ગયાના દાખલા પ્રસિધ્ધ થતા રહે છે ત્યારે પ્રશ્ન થાય કે આ પણ પૈસા કમાવાનું સાધન બની ગયું છે. જો કે અપવાદ હોઈ નામાંકિત કંપનીમાં આવું બનતું હોતું નથી પણ ભાવ તો વધતા કે ઘટતા રહે છે. શેરબજારમાં નાણાં રોકતાં પહેલાં સારા રોકાણકારની સલાહ જરૂર લેવી પણ રોકાણ કરતાં પહેલાં નિર્ણય તો જાતે જ લેવો. આ લખનાર પાસે ૧૦ થી ૧૨ કંપનીના શેર છે તેના સોદા પડતા નથી કે કંપની જ બંધ થઈ ગઈ હોય છે. આમ શેરબજાર એક સામાન્ય માનવી માટે નાણાં કમાવાનું લોભામણું સાધન છે.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ આંકડા દેશમાં થયેલા વિકાસના છે
દેશમાં આજે એનડીએનો વિકાસવાદ અને ઇન્ડિયા ગઠબંધનનો જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ આમનેસામને આવીને ઊભો રહેલ છે. દેશના નીચેના કરોડો રૂપિયાના વિકાસથી દેશ અને સમાજ ધબકતો થયેલ છે. (1) ચીન અને પાકિસ્તાનનાં જોખમો ધ્યાનમાં રાખીને આપણે દેશ સરહદ પર 15520 કિ.મી.નું લાંબુ રોડ નેટવર્ક તૈયાર કરનાર છે. (2) છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તરપ્રદેશમાં દેશનો સૌથી વધુ 5.31 લાખ રૂપિયાનો અર્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ થયેલ છે. (3) આપણા રાજ્યમાં અંબાજી ખાતે 1200 કરોડ રૂપિયાના ખર્ચે શક્તિ કોરીડોર બનનાર છે.
(4) હવે વિમાનની જેમ ટ્રેનોમાં પણ અભદ્ર વર્તન કરનારાઓને રેકનીઝેશન કેમેરા હોય છે. (5) આઇસીએમઆરની દેખરેખ હેઠળ ડેન્ગ્યુ બચાવની દેશી વેક્સીન તૈયાર થયેલ છે. (6) દેશમાં વર્ષ 2023-24માં સંરક્ષણ ઉત્પાદન 16.8 ટકા વધીને કુલ 1.27 લાખ કરેલ છે. (7) આપણા દેશે પહેલાં ખાનગી પેડથી વિશ્વનું પહેલું 2ડી પ્રિન્ટેડ એન્જીન રોકેટ ઉડાડેલ છે. (8) દેશના ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ કદ 19 ટકા વધીને 10.22 લાખ કરોડ થયેલ છે. (9) દેશમાં ત્રણ વર્ષમાં કારની નિકાસ 66 ટકા થયેલ છે. (10) દેશની 61 ટકા યુનિ. વિશ્વ રેન્કીંગમાં સુધારો થયેલ છે. આઇઆઇટી મુંબઇ અને આઇઆઇટી દિલ્હી વિશ્વની ટોચની 150 યુનિ.ઓમાં સમાવિષ્ટ થયેલ છે. (11) દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ઇન્કમટેક્ષ કરદાતાઓમાં 33.86 લાખ વધારો થયેલ છે. (12) દેશમાં સરકારી સેવાઓ ડીજીટલ થવાથી તથા વધતી સુરક્ષાને કારણે જીવન સરળ બનેલ છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.