Business

શેરબજાર 750 પોઈન્ટ તુટ્યુંઃ આ શેર્સ 20 ટકા ઘટ્યા

આજે ગુરુવારે તા. 13 ફેબ્રુઆરીએ શરૂઆતના કારોબારમાં શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું અને થોડી જ વારમાં નિફ્ટી લગભગ 130 પોઈન્ટ ઉપર ગયો હતો, જ્યારે સેન્સેક્સ 350 પોઈન્ટ ઉપર હતો. પરંતુ ત્યાર બાદ અચાનક બજાર ઘટી ગયું. આ ઘટાડા સાથે નિફ્ટીએ પણ 23000 પોઈન્ટનો સ્તર તોડી નાંખ્યો છે. બજારના નિષ્ણાતો કહે છે કે અમેરિકાથી આવી રહેલા સમાચારને કારણે બજાર હાલમાં દબાણ હેઠળ છે.

સવારે સેન્સેક્સ (BSE સેન્સેક્સ) તેના અગાઉના બંધ 76,171.08 ની તુલનામાં વધારા સાથે 76,201.10 ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 23,045.25 ના પાછલા બંધની તુલનામાં થોડો વધારો સાથે 23,055.75 ના સ્તરે ખુલ્યો. થોડા સમય પછી નિફ્ટી 23,235.50 પર આવી ગયો. જ્યારે સેન્સેક્સ 76,764.53 પર પહોંચ્યો.

શેરબજાર બપોર બાદ ઘટ્યું હતું. બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 76,092 પર અને નિફ્ટી 25 પોઈન્ટ ઘટીને 23,019.90 પર હતો. ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ તેના ઉપલા સ્તર 76,764.53 થી 750 પોઈન્ટ ઘટીને 76013 પર આવી ગયો. જ્યારે નિફ્ટી 23235 થી 140 પોઈન્ટ ઘટીને 22992.20 પર આવી ગયો હતો.

બીએસઈના ટોચના 30 શેરોમાંથી 14 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે બાકીના 16 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. સન ફાર્માના શેર 3.12 ટકા વધીને બંધ થયા. જ્યારે ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સના શેરમાં 2.27 ટકાનો વધારો થયો હતો. ઘટતા શેરોમાં, અદાણી પોર્ટના શેર સૌથી વધુ 1.77 ટકા ઘટ્યા હતા.

આ શેરમાં ઘટાડો
નાક્ટો ફાર્માના શેર 20 ટકા ઘટીને રૂ. 975 પર બંધ થયા. એજિસ લોજિસ્ટિક્સના શેરમાં 7.24 ટકા, રેડિકો ખૈતાન 5 ટકા, વોલ્ટાસ 4 ટકા, PI ઇન્ડસ્ટ્રીઝ લગભગ 4 ટકા, ભારત ફોર્જ લગભગ 3 ટકાનો ઘટાડો થયો. તેવી જ રીતે, મોટા શેરોમાં, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 4.45 ટકા વરુણ બેવરેજીસમાં લગભગ 4 ટકા અને કેનેરા બેંકમાં 3 ટકાનો ઘટાડો થયો હતો.

અચાનક આ ઘટાડો કેમ થયો?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેઓ ટ્રમ્પને મળશે જ્યાં વેપાર અને ટેરિફ મુક્તિ પર વાતચીત થશે. જેના કારણે હાલમાં બજારમાં દબાણ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત હેવીવેઇટ શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે.

Most Popular

To Top