કોરોના (CORONA)નો કહેર ચાલી રહ્યો છે, કોરોનાનો બીજો વેવ ભારત (INDIA)માં ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આમ છતાં શેરબજાર (STOCK MARKET)ની વાત કરીએ તો શેરબજાર નવી ઉંચાઇ સાથે આગળ વધી રહ્યું છે. આમ સેકેન્ડરી માર્કેટ (SECONDARY MARKET)માં તેજીનો દોર જોવા મળી રહ્યો છે તેની સાથે પ્રાયમરી બજાર (PRIMARY MARKET)માં પણ તેજી જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેર પીક પર હોવા છતાં આઇપીઓ દ્વારા નાણાં ઉઘરાવવા માટે કંપનીઓ તૈયારીઓ કરી રહી છે. આ કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 30 કંપનીઓએ આઇપીઓ માટે સેબીમાં ડીએચઆરપી જમા કરાવ્યું છે. જેમાં સૌથી વધુ એપ્રિલ મહિનામાં કંપનીઓએ દિલચસ્પી દર્શાવી છે.
બીજી તરફ, શેરબજારમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા જતાં કેસોના પગલે નાની-મોટી વધઘટ સાથે હજુય બજારનો ટ્રેન્ડ તેજી તરફી જોવા મળી રહ્યો છે, ત્યારે બજારમાં નાના રોકાણકારોનું વધતુ જતું પ્રભુત્વ આગામી દિવસોમાં કિંગની ભૂમિકા ભજવી શકે છે. રિટેઇલ રોકાણકારોમાં ટ્રેડિંગ વોલ્યુમ અડધુ તો રોકાણકારો દ્વારા જ થઇ રહ્યું છે. જ્યારે બજારમાં વિદેશી રોકાણકારોનું ટ્રેડિંગ વોલ્યુમ ઘટીને અડધું થઇને 11 ટકા થઇ ગયું છે. જ્યારે 45 ટકા વોલ્યુમ રિટેઇલ ઇન્વેસ્ટરોનું જ જોવા મળી રહ્યું છે.
ઘરેલું શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ, વિદેશી રોકાણકારો કે વીમા કંપનીઓ જેવી મોટી સંસ્થાકીય રોકાણકારોના ભરોસે નહિં પણ રિટેઇલ રોકાણકારોના દમ પર તેજી દેખાડી રહી છે. હાલમાં અડધા ટ્રેડિંગ વય્કિતગત કે રિટેઇલ રોકાણકારો કરી રહી છે, જ્યારે પાંચ વર્ષ પહેલાં હિસ્સેદારી ત્રીજા ભાગની હતી. એનએસઇમાં આંકડા અનુસાર 2021માં મુડીબજારમાં રિટેઇલ રોકાણકારોની હિસ્સેદારી વધીને 45 ટકા પર પહોંચી ગઇ છે. જે 2016માં 33 ટકા હતા. આમ, રિટેઇલ ઇન્વેસ્ટરોનું બજાર ઉપર પ્રભુત્વ વધતું જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સ ફયુચર્સમાં પણ રિટેઇલ ઇન્વેસ્ટરોનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં સંસ્થાઓ નહિં પણ રિટેઇલ ઇન્વેસ્ટરો બજારના રાજા બની જાય તો નવાઇ નહિં.
સેબીના આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં બે કંપનીઓ આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યા હતા, ત્યારબાદ ફેબ્રુઆરીમાં 11 કંપનીઓએ મુસદ્દા જમા કરાવ્યા છે. માર્ચમાં છ કંપનીઓએ અને એપ્રિલમાં 9 કંપનીઓએ મુસદ્દો તૈયાર કર્યો છે. જાન્યુઆરીમાં આધાર હાઉસીંગ ફાઇનાન્સ અને નઝારા ટેકનોએ જીઆરએચપી ફાઇલ ક4યો હતો. જ્યારે ફેબ્રુઆરીથી ડીઆરએચપી ફાઇલ કરવાની રફતાર વધી હતી. ફેબ્રુઆરીમાં સુર્યોદર સ્મોલ ફાઇનાન્સ અને લોઢા ડેવલપર્સે મુસ્દાદ ફાઇલ કર્યા હતા. ફાઇનાન્સીયલ વર્ષના અંતિમ મહિને માર્ચમાં છ કંપનીઓ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ, પારસ ડિફેન્સે પણ મુસદ્દો ફાઇલ કર્યા હતા. એપ્રિલની વાત કરીએ તો સૌથી મોટો આઇપીઓ ઝોમેટો રૂ 8250 કરોડ તથા બિરલા મ્યુચ્યુઅલ ફંડ રૂ. 6000 કરોડ લાવી રહી છે. જોકે, જાન્યુઆરીથી માર્ચ સુધીમાં જે કંપનીઓએ મુસદ્દો રજૂ કર્યો હોય તેઓમાંથી મોટા ભાગના આઇપીઓ આવી ચૂકયા છે.
જાન્યુઆરી 2020થી મે 2020ની સરખામણી કરીએ તો આ સમયમાં પાંચ મહિનામાં માત્ર 10 કંપનીઓ જ મુસદ્દા જમા કરાવ્યા હતા. જ્યારે આ વર્ષમાં 30 કંપનીઓએ મુસદ્દા જમા કરાવ્યા છે. કોરોનાના કારણે માર્ચ 2020માં નેશનલ લોકડાઉન શરૂ થયા બાદ એપ્રિલ સુધીમાં એકપણ કંપનીએ મુસદ્દો રજૂ કર્યો નહતો. જ્યારે મેમાં એક કંપની તથા જાન્યુઆરીમાં 10 કંપનીમાંથી 5 કંપનીઓ મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં ત્રણ કંપનીઓએ આઇપીઓ માટે દિલચસ્પી દર્શાવી હતી.
ચાલુ વર્ષમાં આઇપીઓ બજારમાં ચમક જોવા મળી રહી છે અને ઘણી કંપનીઓ આઇપીઓની લાઇનમાં છે. ત્યારે મોટી કંપનીઓ આઇપીઓ સાથે બજારમાં પ્રવેશશે. કુલ બે લાખ કરોડ રૂપિયા આઇપીઓ દ્વારા ઉભા કરવાનું આયોજન જોવા મળી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે, બજારમાં તેજી છે, વિદેશી રોકાણ આવી રહ્યું છે, કોર્પોરેટ પરિણામો પણ અંદાજ કરતાં સારા આવી રહ્યા છે. કોરોનાની વેકસીન આવી જવાના કારણે અર્થવ્યવસ્થામાં તેજીની સંભાવના છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 8 કંપનીઓએ રૂ. 12720 કરોડ આઇપીઓ મારફતે એકઠા કરી ચૂકી છે. જ્યારે સમગ્ર વર્ષ એપ્રિલ, 2020થી માર્ચ 2021 સુધીમાં 55 આઇપીઓ આવ્યા હતા, જેમાંથી રૂ. 31 હજાર કરોડ ઉભા કરાય હતા અને 2019-20માં 60 આઇપીઓ આવ્યા હતા, જેઓએ રૂ. 21345 કરોડ એકત્ર કર્યા હતા.