Gujarat

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું


રાજયમાં સતત ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહયો છે. જયારે એકલા ભૂજમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ રહયો હતો. જયારે નલીયા , ગાંધીનગર તથા ડિસામાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહયો છે.

ગાંધીનગર તથા નલિયા હવે ઠંડીમાં ધ્રુજી રહયા છે. ગાંધીનગરમાં હવે શહેરીજનો ઠંડીથી બચવા માટે ગરમ શાલ સ્વેટર તથા જેકેટસનો સહારો લઈ રહયા છે. આગામી દિવાળીના તહેવારો દરમ્યાન રાજયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે જો કે બીજી તરફ રાજયમાં લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહયો છે. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 18 ડિ.સે., ગાંધીનગરમાં 18 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે.,વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 20 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., અમરેલીમાં 19 ડિ.સે., ભાવનગરમાં 20 ડિ.સે.,રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 22 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top