Gujarat

રાજ્ય સરકાર 2020-21માં સામાજિક સેવાઓ પાછળ 1289 કરોડ ઓછા ખર્ચશે

GANDHINAGAR : ૨૦૨૦-૨૧માં સામાજિક ક્ષેત્રની સેવાઓ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રૂ.૭૨૮૩૮ કરોડની નાણાકીય જોગવાઇઓ સામે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૭૧૫૪૯ કરોડનો સંભવિત ખર્ચ સૂચવવામાં આવ્યો છે. આમ વર્ષ ૨૦૨૦-૨૧માં સામાજિક સેવાઓ માટે રૂ.૧૨૮૯ કરોડનો બજેટ ( BUDGET) નો ખર્ચ ઓછો થશે તેવું સુચવવામાં આવ્યું છે. તે પૈકી, શિક્ષણ, રમત ગમત, કલા અને સંસ્કૃતિ માટે રૂ. ૨૭૯૩૨ કરોડના અંદાજ સામે રૂ.૨૭૩૫૬ ખર્ચાશે અને રૂ. ૫૭૬ કરોડનું બજેટ ઓછું ખર્ચાશે., તેવી જ રીતે આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે માત્ર રૂ. ૭ કરોડનો વધારે ખર્ચ સુચવવામાં આવ્યો છે, વર્ષ ૨૦૨૦-૨૧માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. ૧૧૨૨૫ કરોડની જોગવાઇ સામે રૂ. ૧૧૨૩૨ કરોડનો ખર્ચ સુચવવામાં આવ્યો છે.

પાણી પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસની કામગીરી માટે રૂ.૨૦૧૮ કરોડનું બજેટ ઓછું ખર્ચાશે તેવું પાણી પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસનું સુધારેલું અંદાજપત્ર સુચવવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ માટે રૂ. ૨ કરોડ, સામાજિક રીતે પછાત વર્ગો જેમાં અનૂસૂચિત જાતિ, અનૂસૂચિત જનજાતિઓ તથા અન્ય પછાત લોકોના કલ્યાણ માટે રૂ.૧૧૨૮ કરોડ, શ્રમ અને મજૂર કલ્યાણ માટે રૂ. ૧૯૧ કરોડનો ઓછો બજેટ ખર્ચ સુચવવામાં આવ્યો છે. સમાજ કલ્યાણ અને પોષણની સેવાઓ માટે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૬૬૦૯ કરોડની જોગવાઇ સામે વર્ષાંતે રૂ. ૯૨૯૩ કરોડનો ખર્ચ સુચવવામાં આવ્યો છે. સમાજ કલ્યાણ અને પોષણ માટે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૨૬૮૪ કરોડની બજેટ વધારે ખર્ચાશે.

જે સામાજિક સેવાઓના વિકાસ માટે વર્ષ ૨૦૨૦-૨૧ અંદાજીત નાણાકીય જોગવાઇઓ અને ખર્ચના સુધારેલા અંદાજના આંકડાઓના એનાલીસીસથી ફલિત થાય છે. પાથેય બજેટ સેન્ટરના સૂત્રોના અનુસાર આમ વર્ષ ૨૦૨૦-૨૧માં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદીજાતિઓ અને અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટે અંદાજીત જોગવાઇ સામે વર્ષાંતે રૂ. ૧૧૨૮ કરોડનું બજેટ ઓછું ખર્ચાશે જ્યારે મજૂરોના કલ્યાણ માટે રૂ.૧૯૧ કરોડ ઓછા ખર્ચાશે. આમ કાયમ વંચિત સમાજ અને કચરાયેલા સમાજના વર્ગો માટે જ અંદાજપત્રિય જોગવાઇઓમાં સુધારેલા અંદાજમાં બજેટની રકમ ઓછી થઈ રહી છે.


ગુજરાતમાં બાળ મત્યુ, માતા મૃત્યનો દર ઘટવા છતાં અન્ય રાજ્યો કરતાં વધારો

રાજ્યના માનવ વિકાસમાં સાક્ષરતા, આયુષ્ય અને માથાદીઠ આવક, પીવાના પાણી, બાળ અને માતા મૃત્યુ દર વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના આર્થિક સર્વે વર્ષ-૨૦૨૦-૨૧ના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ૨૦૧૧-૧૨માં ગરીબી રેખા હેઠળના કુટુંબોની ટકાવારી ૧૬.૬% છે, (ગ્રામીણ વિસ્તારમાં ૨૧.૫% અને શહેરી વિસ્તારમાં ૧૦.૧%). વર્ષ ૨૦૧૮માં રાજ્યમાં બાળ મૃત્યુનો દર ૨૮ આંકનો છે, પરંતુ શહેરી વિસ્તારમાં બાળ મૃત્યુ દર ૨૦ છે અને ગ્રામીણ વિસ્તારોમાં ૩૦ છે, આમ શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં બાળ મૃત્યુ દર ઘણો વધારે છે, જે માટે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો અભાવ, પાણી જન્ય રોગો અને કુપોષણ વગેરે કારણો છે. અન્ય રાજ્યો જેવા કે તામિલનાડૂ રાજ્યનો બાળ મૃત્યુ દર ૧૫ છે, મહારાષ્ટ્ર (૧૯), કેરળ (૧૦) અને કર્નાટકા (૨૩) છે. રાજ્યમાં માતા મૃત્યુ દર જે પહેલા એક લાખ પ્રસુતિએ ૧૧૨ હતો તે ઘટીને ૭૫ સુધી નીચે આવ્યો છે, જે યોગ્ય પગલાના કારણે માતા મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. પરંતુ મહિલા માતાનો મૃત્યુ દર અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ગણો વધારે છે. અન્ય રાજ્યોમાં જેવા કે આંધ્રાપ્રદેશ (૬૫), તેલનગાણા (૬૩), તામિલનાડૂ (૬૦), કેરળ (૪૩) અને મહારાષ્ટ્રા (૪૬)માં માતા મૃત્યુ દર ઓછો છે. માતા મૃત્યુ દરમાં ઘટાડા માટે પ્રસુતિ સેવાઓ, પોષણ, શિક્ષણ તથા પ્રસૂતિ દરમ્યાન ઇમરજન્સી સેવાઓ અને બલ્ડની ઉપ્લબ્ધિ વધારા અંગે ભલામણ કરાઈ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top