તારા સુતરીયા પાસે નવી ફિલ્મો હમણાં ઉમેરાય નથી છતાં તેને લાગે છે કે ‘તડપ’ ફિલ્મથી પ્રેક્ષકો તડપી ઉઠશે. 2018માં ‘આર એકસ 100’ નામની ફિલ્મ આવી હતી જે તેલુગુમાં હતી. જેમાં એક યુવાન સ્થાનિક રાજનેતાની દિકરીને મળે છે ને પ્રેમ થઇ જાય છે પણ વડીલો તેમને ભેગા નથી થવા દેતા ત્યારે પેલો યુવાન હાઇપર એગ્રેસિવ થઇ જાય છે અને પછી તે કહે છે કે તે કયારેય પેલા રાજનેતાની દિકરીના પ્રેમમાં ન હતો અને ફકત સેકસ સંતોષવા જ તેની સાથે રિલેશન રાખેલા અને પછી તો વાર્તા એ રીતે આગળ વધે છે કે પેલી છોકરી પોતાની જિંદગી અટકાવી નાંખે છે. તેલુગુની આ ફિલ્મ હિન્દીમાં બની છે ને આવતા મહિને રજૂ થવાની છે. અહાન શેટ્ટી અને તારા સુતરીયા બન્નેને આ ફિલ્મ પાસે બહુ આશા છે. સાજીદ નડિયાદવાલા નિર્માતા છે ને મિલન લુથરીયા દિગ્દર્શક છે.
મુંબઇ અને મસુરીમાં આ ફિલ્મનું મહત્તમ શૂટિંગ થયું છે. સુનીલ શેટ્ટીને લાગે છે કે તેની પહેલી ફિલ્મ જેટલી અસરદાર નહોતી એટલી આ ‘તડપ’ છે. અહાનથી અક્ષયકુમાર પણ ઇમ્પ્રેસ થયો છે અને સુનીલ શેટ્ટીને લખ્યું છે કે તારો દિકરો તો તારાથી ય દશ કદમ આગળ છે. આ વર્ષે ‘શેરશાહ’ની જોડી સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સક્સેસ ગઇ છે ને લાગે છે કે વર્ષના અંતે અહાન-તારાની જોડી સક્સેસ મેળવશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જયારે કોઇ જોડી સફળ જાય છે તો નવું થ્રીલ ઉમેરાતું હોય છે. ‘તડપ’ના ‘તુમસે ભી જયાદા’ ગીતને યુ ટયૂબ પર બહુ પસંદ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. તારા સુતરીયા આ રિસ્પોન્સથી અહાનની જેટલી જ ખુશ છે પણ જાણે છે કે આ ફિલ્મ તેના કરતાં વધારે અહાન માટેની છે.