Columns

નક્ષત્રો તમને 27 દૃષ્ટિ આપે છે નક્ષત્રોથી કારકિર્દીનું માર્ગદર્શન

ગયા મંગળવારે અશ્વિની નક્ષત્રથી ચિત્રા નક્ષત્ર સુધીની વાત કરી હતી. જેમાં જન્મનક્ષત્ર- સૂર્ય નક્ષત્ર- લગ્ન નક્ષત્ર તથથા દશમ ભાવના નક્ષત્રથી કારકિર્દીના નિર્ધારણ કઈ રીતે થાય તે વાત હતી. હવે બીજા નક્ષત્રોની વાત.
15 સ્વાતિનક્ષત્ર
માદક દ્રવ્યો, દારૂ, સૌંદર્ય પ્રસાધન, સજાવટી સામાન, પરિવહન ઉદ્યોગ, એર હોસ્ટેસ, ચામડાનું ઉત્પાદન, પાન-સોપારી મસાલા ઉદ્યોગ, કલાકાર, સંગીતજ્ઞ, રેડીયોલોજી સ્ટાઈલિસ્ટ, મેકઅપ આર્ટીસ્ટ, ફેશન ડીઝાઈનર, ચોથા વર્ગના કર્મચારી, ઈલેક્ટ્રીક સામાનનું રીપેરીંગ વગેરે ક્ષેત્રો.

16 વિશાખા નક્ષત્ર
ભ્રમણ, યાત્રા, પર્યટન, વિજ્ઞાપન, પ્રચાર, સટ્ટો, ગેઝેટ્ડ ઓફિસ, અધ્યાપન, સલાહકાર સેવા, સેલ્સમેન, વિમા- મ્યુચઅલ ફંડ એજન્ટ, બેંકિગ, આર્યુવેદ ક્ષેત્ર, રંગીન કાગળોનો વેપાર, મિઠાઈ ઉદ્યોગ વગેરે ક્ષેત્રોથી લાભ મળે.
17 અનુરાધા નક્ષત્ર
સરકારી વિભાગોના કાર્યો, કૃષિક્ષેત્રે, ઈજનેરી, મિસ્ત્રીકામ, ઈલેક્ટ્રીક્ટ ક્ષેત્ર, સુરક્ષાકર્મી, ચોકીદાર, બોડીગાર્ડ, ધાતુ-કોલસાનો વેપાર ક્ષેત્ર, તેલનો વેપાર જેવા ક્ષેત્રોમાં લાભ મળે.

18 જ્યેષ્ઠા નક્ષત્ર
દાર્શનિક, વિદ્વાન, વકીલ, ન્યાયાધીશ, પ્રવચનકાર, ચિકિત્સા, ઘોડા સાથે સંકળાયેલ કાર્યો, પ્રિન્ટિંગ ઉદ્યોગ, સેનામાં વર્ગ-3ના કાર્યો જેવા વિભાગોમાં સફળતા મળે છે.
19 મૂળ નક્ષત્ર
વેદશાસ્ત્રના જ્ઞાતા, મર્મજ્ઞ પંડિત, પુરોહિત, અધ્યાપક, વકીલ, ન્યાયાધીશ, બેંક તથા નાણા કંપની, એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટ, રાજદૂત-શેર દલાલી, જેલર, ગુપ્તચર, હળદરનો વેપાર જેવા ક્ષેત્રોમાં સફળતા જલદી મળશે.

20 પૂર્વાષાઢા નક્ષત્ર
વકીલ-ન્યાયાધીશ, જ્યોતિષી, તંત્રવિદ્યા, સંગીતજ્ઞ, વિદેશી મુદ્રા, પરિવહન, હિરા ઉદ્યોગ, ગુલાબજળ, ગુલકંદ, બરફનો વ્યાપાર, રાજકીય વિભાગો, રેસ્ટોરન્ટ અને હોટલ, સુગર ફેક્ટરી, આર્યુવેદિક દવાઓના ક્ષેત્રમાં લાભ મળે.
21 ઉત્તરાષાઢા નક્ષત્ર
ઈન્કમટેક્સ, G.S.T., નાણાં, પુરાતત્વ, જેલ વિભાગ, ધર્મસંસ્થાન, હોમીયોપેથી, વિચારક, વ્યાપાર પ્રતિનિધિ, દુભાષિયા, અનુવાદક, મૂર્તિ નિર્માણ જેવા ક્ષેત્રો.

22 શ્રવણ નક્ષત્ર
ભૂગર્ભમાંથી ઉત્ખલન, ખનિજ, રસાયણ, કોલસો, ધાતુ, પ્લમ્બિંગ, ખેતી, મત્સ્ય ઉદ્યોગ, દૂધ સાથે જોડાયેલા કાર્ય, સીસા સાથે કાર્ય, ફ્રિજ ઉદ્યોગ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, રાજનીતિ જેવા ક્ષેત્રથી લાભ.
23 ધનિષ્ઠા નક્ષત્ર
મોટા ઉદ્યોગો, મશીનરી કાર્ય, મદિરા ઉદ્યોગ, ટેલિકોમ્યુનિકેશન, કોન્ટ્રાક્ટર, પરમાણુશક્તિ સાથે કાર્ય, ચોરી-લૂંટફાટ-મારધાડ આવા બધા ક્ષેત્રોમાં લાભ મળે.

24 શતભિષા નક્ષત્ર
બુદ્ધિજીવી, લેખક, અનુવાદક, યાત્રી, જ્યોતિષી, વિત્ત વ્યવસ્થાપન, ડૉક્ટર, બોંબ તકનિકો, હથિયારો, પેટ્રોલિયમ પદાર્થ, ઈતિહાસકાર, વૈજ્ઞાનિક, શ્રમિક અને મજૂરનો વ્યવસ્થાપક, રાજનીતિ, રેશનીંગ વિભાગમાં કાર્ય કરવાથી લાભ મળશે.
25 પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર
બેંક, વિદેશી મુદ્રા, નાણા વિભાગ, ગુપ્તચર, યોજના આયોગ, વિમો, ઔષધી, આંકડાશાસ્ત્ર, જ્વેલરી મેકર્સ, ડેરી ઉદ્યોગ, વગેરે ક્ષેત્રોમાં લાભ થાય.

26 ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર
ઈજનેર, રાજનીતિજ્ઞ, પોલીસવિભાગ, ગોળ-તમાકું, પગરખાં ઉદ્યોગ, સ્ટોર કિપર, હોસ્પિટલ ક્ષેત્ર, વિદેશ વ્યાપાર, છત્રી ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં લાભ મળે.
27 રેવતી નક્ષત્ર
લખવા- ભણવાના કાર્ય, લેખક, સંપાદક, શિક્ષક, અધ્યાપક, જ્યોતિષી, સલાહકાર, ફિલ્મક્ષેત્ર, સિવિલ ઈજનેર, નારીયેળ, સોપારી ચાંદી જેવા ક્ષેત્રોમાં સફળતા મળે.
આમ નક્ષત્રોના આધારે આપણે કારકિર્દીનું નિર્ધારણ કરી શકીએ.

Most Popular

To Top