Charchapatra

પ્રાણ પાષાણ બનતાં જાય છે

સમાજ, રાજય, દેશમાં ઘટતી ઘટનાઓ કળીયુગની સાક્ષી પૂરે છે. ઇતિહાસ કહે છે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, ક્રમશ: ઉતરતા, નીચે ઉતરતા મૂર્તિઓ, મંદિરોનો પ્રભાવ વધતો ગયો. દેવત્વ મંદ પડતું ચાલ્યું. સવારના પ્હોરમાં છાપું હાથમાં લ્યો એટલે આગ, અકસ્માત, ખૂનામરકી જેવા સમાચારો વાચકને હચમચાવી નાખે. ન બનવાનું જ બને જાય છે. સંસદમાં ગેલેરીમાંથી કૂદકો, ધૂમાડો કયાં છિંડુ રહી જાય છે?

હવે તો શેમાં ભેળસેળ નથી તે શોધવું પડે છે. આંધળું અનુકરણ, દેખાદેખી, જીવનને વેરવિખેર કરી નાખે છે. કોણ કહી શકે આ ચક્ર કયાં જઇને અટકશે? લોહીના સગપણવાળાને સુધ્ધાં નજીવી બાબતે રહેંસી નાંખતાં હાથ ખંચકાતો નથી. સાત્ત્વિક વ્યકિતત્વનો લોપ થતો જાય છે. આગલા યુગો કરતાં હવે  દિવસો કપરા, ભૌતિક સાધનો સુખ સગવડો વધશે પરંતુ પ્રાણ, પાષાણ બની જાય તે કેમ પોષાય? સહિષ્ણુતાનો અભાવ એ જ નર્યું કારણ.
સુરત     – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

શિક્ષીત વહુઓમાં મનોરોગીઓનું પ્રમાણ વધુ જાય છે
મહાભારત અને રામાયણમાં ઉપરોકત નવોઢાઓ મનોરોગોથી પીડાતી હતી. પુરુષ પ્રધાન સમાજમાં આજે પણ પતિને પૂછયા વગર કોઇપણ કાર્ય બાબતમાં રહીસહી હિંમત પણ ખુટી ગઇ છે. ઉચ્ચ શિક્ષિત અને સેલીબ્રીટી ફેમીલીમાં પણ બંધ બારણે ગુંગળાવતો ધુમાડો બારણા ઉઘડવાની જ રાહ જોતો હોય છે. મનોવૈજ્ઞાનિકોનો અભ્યાસનું તારણ કંઇક અંશે આવું હોય છે. જનરેશન ગેપ ઘટાડવાના પ્રયાસોપણ એળે ગયા છે. કયાંક અપવાદરૂપ સાસુ વહુ પણ ખભેખભા મિલાવીને બાહ્ય પ્રવૃત્તિઓમાં આનંદભેર ભાગ લેતી હોય છે.
સુરત              – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top