SURAT

ટેરેસ પર જાહેરમાં મહિલા મત્રો સાથે દારૂની મહેફિલ માણતા સુરતના ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખનો પુત્ર પકડાયો

સુરત: (Surat) શહેરના સિટીલાઈટ (Citylight) ખાતે આવેલા પદ્મકૃતિ એપાર્ટમેન્ટની ટેરેસ (Terrace) ઉપર ગઈકાલે ચેમ્બરના (Chamber Of commerce) પૂર્વ પ્રમુખનો (Past President) પુત્ર દારૂની (Alcohol) મહેફિલ માણતો પકડાયો (Arrest) હતો. તેની સાથે એક દંપત્તિ અને એક મહિલા તથા એક યુવક પણ પકડાતા ઉમરા પોલીસે મહેફિલનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલરૂમમાં સિટીલાઈટ ખાતે સ્ટેટ બેંક ઓૅફ ઇન્ડિયાની (SBI) સામે આવેલા પદ્મકૃતિ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો ફોન આવ્યો હતો. ઉમરા પોલીસે પદ્મકૃતિ એપાર્ટમેન્ટની ટેરેસ પર જઈને જોતા પાણીની ટાંકી પાસે બે મહિલા અને ત્રણ પુરૂષ બેસીને દારૂની મહેફિલ માણતા હતા.

પોલીસે તેમનું નામ પુછતા તુહીન અજોય ભટ્ટાચાર્ય (ઉ.વ.30, રહે.શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, સિટીલાઈટ), સાહીલ અનિલભાઈ જુનેઝા (ઉ.વ.30) તથા તેમની પત્ની રૂપાલીબેન (ઉ.વ.31) (બંને રહે,પદ્મકૃતિ એપાર્ટમેન્ટ, સિટીલાઈટ) તથા રૂષી દીપકભાઈ શેઠવાલા (ઉ.વ.31, રહે.સાઈ સમર્થ સોસાયટી, પીપલોદ) અને સંગીતાબેન સંજીવભાઈ ચેટરજી (ઉ.વ.26, રહે.શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, સિટીલાઈટ) હોવાનું જણાવ્યું હતું. આ તમામ મિત્રો હોવાથી એમજ મળવાનું નક્કી કરી મહેફિલ માણી હતી. ઉલ્લેખનિય છે કે તુહીન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અજોય ભટ્ટાચાર્યનો પુત્ર છે. અને પોતે સીએ છે. ઉમરા પોલીસને સ્થળ પરથી એક દારૂની બોટલ મળી આવી હતી. તમામની સામે દારૂની મહેફિલનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોટા વરાછામાં મનપાના એસએસઆઇ અને હેલ્થ વર્કર દારૂની મહેફીલ માણતા પકડાયા

મોટાવરાછા વોર્ડ ઓફિસ (Ward Office) પાસેથી એક સેનેટરી સબ ઇન્સ્પેકટર અને એક હેલ્થ વર્કર પીધેલી હાલતમાં હોવાનું જણાતા આમ આદમી પાર્ટના કાર્યકરોએ પોલીસ બોલાવી પકડાવી દીધા હતા. આ બન્ને કર્મચારીઓએ રવિવારની રજા હોવાથી વોર્ડ ઓફીસમાં સ્ટાફ ઓછો હોય વોર્ડ ઓફીસમાં જ મહેફીલ માણી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહયો છે.

મોટાવરાછા એબીસી સર્કલ ખાતે આવેલી મહાનગર પાલિકાની વોર્ડ નં 2ની વોર્ડ ઓફીસ આમ આદમી પાર્ટીના વોર્ડ નં 2ના પ્રમુખ ભરતભાઇ અને સંગઠન મંત્રી ધનશ્યામ નાવડિયા તેમજ રોહિત સુતરીયાને માહીતી મળતા ત્યા ગયા હતા ત્યારે ઓફિસની બહાર જ પ્રાયમરી હેલ્થ વર્કર ઉમેશ પટેલ અને સેનેટરી સબ ઇન્સપેકટર દિનેશ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેથી આપના કાર્યકરોએ તત્કાલ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લખનીય છે કે અગાઉ રાંદેર દબાણ ડેપોમાં તેમજ ઉધના દબાણ ડેપોમાં પણ આવી રીતે મનપાના કર્મચારીઓ દારૂની મહેફીલ માણતા હોવાના વીડીયો વાયરલ થયા હતા. મનપા કમિશનરે જણાવ્યુ હતું કે આ કેસમાં પણ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top