National

લખનઉ: સાંસદના પુત્ર પર તેના જ સાળાએ ચલાવી હતી ગોળી, મોટો ખુલાસો

રાજધાની લખનઉમાં ( lucknow) મડિયાવના છઠ્ઠા મિલ નજીક મંગળવારે રાત્રે બાઇક સવાર દુષ્કર્મીઓએ ભાજપના સાંસદ ( bhajap mp) કૌશલ કિશોર ( kaushal kishor) અને ધારાસભ્ય જય દેવીના પુત્ર આયુષ કિશોર (30) પર ગોળી ચલાવી હતી. આ ઘટના બાદ બદમાશો ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ટ્રોમા સેન્ટર માં દાખલ કરાયા હતા. પોલીસે હુમલો કરનારાઓની શોધખોળ શરૂ કરી છે. ઈલાજ કરનારા ડોકટરોએ તેમની હાલત જોખમી હોવાનું જણાવ્યું છે.

ઘટનાની માહિતી મળતાં સાંસદ કૌશલ કિશોર અને ઉચ્ચ પોલીસ અધિકારી ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે પૂછપરછ દરમિયાન ગોળીબાર ની કબૂલાત કરનાર આયુષના સાળાને પકડી લીધો હતો. તેને પોલીસ ( police) પૂછપરછ દરમ્યાન ગોળી મારવાની ( firing) વાત કબૂલી છે . એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંસદના પુત્રના કહેવા પર તેના સાળાએ તેને ગોળી મારી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આયુષ મંગળવારે મોડી રાત્રે કારમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે કોઈએ દૂરથી ગોળી ચલાવી હતી જ્યારે કાર છઠ્ઠી મિલ પાસે ઊભી રાખવામા આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સાંસદના પુત્રનું લાઇસન્સવાળી પિસ્તોલમાંથી જ શૂટ કરવામાં આવ્યું છે. આ સંબંધમાં પોલીસે સાંસદના પુત્ર આયુષના સાળા આદર્શની કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે. સાંસદના પુત્રને છાતીમાં ગોળી વાગી છે.


ડીસીપી ( dcp) ઉત્તર રૈસ અખ્તરે જણાવ્યું હતું કે સાંસદ કૌશલ કિશોરના પુત્ર આયુષને ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આયુષની હાલત હમણાં સારી છે . તેઓએ જણાવ્યું કે આ બાબતે કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ ઘટના સ્થળ નજીક લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી હુમલો કરનારા આઓપીઓને શોધી રહી છે. તેણે કહ્યું કે આયુષ પર અગાઉ પણ હુમલો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે આ કોઈ જૂની અદાવતના કારણે કરવામાં આવ્યું છે.

હાલ લખનૌમાં અપરાધીક મામલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સતત ખૂન,અપહરણ, હત્યાના કેસોમાં દિવસે દિવસે વધારો થતાં પોલીસ અને પ્રશાસનની કામગીરી સામે સવાલો ઊભા થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top