વડોદરા: કારેલીબાગ ચારભુજા કોમ્પલેક્ષ પાછળ ઈશ્વર શાંતિ સોસાયટીના મકાન નંબર છ માં પહેલે માળે રહેતા મીનાક્ષી ધોનીલાલ ચૌધરી એરપોર્ટ ખાતે એએસઆઈ પદે ફરજ બજાવે છે તારીખ 5 માં રોજ પરોઢીયે તેઓની નોકરી હોવાથી ચાર વાગ્યે મકાનને તાળા મારીને ફરજ પર ગયા હતા. મકાનની સામે જ રહેતા તેમના મકાન માલિકે સવારે ખુલ્લા દરવાજા જોઇને તપાસ કરતા ભાડુઆત ની ગેરહાજરી માં ચોરી થઇ હોવાની આશંકા એ મીનાક્ષી બેન ને જાણ કરી હતી દસ વાગ્યે ફરજ પરથી ફર્યા બાદ મકાનમાં તપાસ કરતા સર સામાન વેરવિખેર હતો અને ઘર માં મુકેલા રોકડા 12000 તથા સોનાનું મંગળસૂત્ર અને ચેન ચોરાઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
ભોંય તળિયે રહેતા અન્ય ભાડુઆત હિરા માલવિના ઘરમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રિકસીટી ફરજ બજાવતા હીરાભાઈના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી પત્ની તથા પુત્રને લઇને તેમના વતનમાં ગયા હતા. તેઓના પરત ફર્યા બાદ કેટલી રકમની ચોરી થઈ છે તે જાણવા મળશે. મીનાક્ષીબેને 1.O2 લાખની માલમત્તાની ચોરી થઇ હોવાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકે નોંધાવી હતી. અન્ય બનાવ આજવા રોડ બહાર કોલોની પાસે ભાવુ જ્યોતિ સોસાયટીમાં ના રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા અબ્બાસી નુરભાઈ વિલાયત વાલા 4 તારીખે મકાનને તાળા મારીને અમદાવાદ ખાતે રહેતા તેમના પુત્રને મળવા ગયા હતા આજે તેમના પડોશી ફોન દ્વારા જાણ કરી હતી કે તમારા મકાન ના કમ્પાઉન્ડ ગેટ ખુલ્લો છે. મકાન માલિકે ભાણિયાને તપાસ કરવા મોકલતા વીડિયો કોલિંગ કરવા ઘરની સ્થિતિ નિહાળી હતી. મુખ્ય દરવાજાના જાડીને પૂજા છોડીને તસ્કરોએ બેડરૂમમાંથી સોનાની બંગડીઓ બુટ્ટી, ટોપસ, ડાયમંડની બુટ્ટી તથા રોકડા 75 હજાર સહિત 1.75 લાખની મતા તસ્કર ટોળકી તફડાવીને પલાયન થઇ હતી. બંને ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી છે.