જેવાં કર્મ કરો તેવું ફળ ભોગવો જન્મ જન્માંતરના ફેરાવાળી વાત સાચી હોય કે ના હોય પણ કુદરતના વિજ્ઞાનમાં કર્મનું ફળ છે. અત્યારે ભારતમાં અને ગુજરાતમાં ઠંડી પડી રહી છે. કમોસમી માવઠાં પણ થાય છે અને આ ફેબ્રુઆરી શરૂ થશે પછી તરત દિવસે તાપ લાગવા લાગશે. મે મહિનો આવતાં આવતાં વિક્રમજનક ગરમીના આંકડા આવવા માંડશે. ગયા વર્ષનો અનુભવ છે કે પહેલાં બપોરે એકથી ત્રણમાં ગરમી રહેતી. હવે સાંજે પાંચ વાગ્યે વધારે હોય છે. સુરજ માથે હોય ત્યારે તો ગરમી હોય જ છે પણ સૂર્યાસ્ત પછી પણ શહેર તપેલું હોય છે.
રાત્રે પણ 40 ડીગ્રી તાપ સહન કરવો પડ્યો હતો ..કારણ ? કારણ શહેરના રાજમાર્ગો પર કાચની દીવાલવાળા બિલ્ડીંગો ,ડામરના રસ્તા .સિમેન્ટના બ્લોકની ફૂટપાથ..અને વૃક્ષોનું નિકંદન ..ગુજરાતમાં અમદાવાદમાં ગરમી વધારે પડે છે કારણ વૃક્ષો કાપી નાખવામાં અમદાવાદ નંબર વન છે. વાચકને થશે કે આ ઠંડીના દિવસોમાં ગરમીની વાત ક્યાં યાદ કરાવો છો? પણ જો આવનારા દિવસોમાં ગરમીથી બચવું હોય તો આયોજન અત્યારથી વિચારવું પડે અને સૌ પહેલાં તો સમસ્યાને મૂળમાંથી જાણવી પડે. આપણે સૂર્યની ગરમી ઓછી નથી કરી શકવાના પણ તે વધારે સહન ના કરવી પડે તે તો વિચારવું જ પડે ને.
છેલ્લાં વર્ષોમાં ગુજરાતમાં સિમેન્ટના બ્લોકનું સામ્રાજ્ય સર્જાયું છે. તમે કોઈ પણ સ્કુલ કોલેજના કેમ્પસમાં જજો. ધાર્મિક સ્થળોમાં જજો, આખા ચોકમાં તમને સિમેન્ટના બ્લોક નાખેલા જોવા મળશે. માતૃભૂમિની માટી એ હવે સાહિત્યના શોભાયમાન શબ્દો છે. સૌને બ્લોકનું ઘેલું લાગ્યું છે. ક્યાંય ખુલ્લી માટી જોવા મળતી નથી એટલે ઉનાળામાં આંખ આંજી નાખતા આ બ્લોક ગરમીનો પારો વધારી દે છે. બીજી બાજુ ગયા વર્ષે આ લખનારની નજર સામે શહેરની સોસાયટીઓમાં અને મખ્ય માર્ગો પર આડેધડ ઘટાદાર વૃક્ષો કપાયાં છે. સાવ જ ગેરકાયદેસર પણ કોઈ બોલનાર જ નહિ અને પૂછ્યું તો જવાબ મળ્યો પાંદડાં બહુ પડે છે ,કચરો થાય છે. વધુમાં વાંદરા આવે છે તે બહાનું ઉમેરાયું અને પરિણામ વૃક્ષોનો નાશ.
મે મહિનાના વેકેશનમાં ગુજરાતનાં તમામ ધાર્મિક સ્થળોના પ્રવાસમાં ગયેલાં સૌ એ નોંધ્યું હશે કે બધે જ બ્લોક નાખવામાં આવ્યા છે તે તાપને વધારી રહ્યા છે. આટલા વિશાળ ચોકમાં બ્લોકની સાથે દર પાંચ ફૂટે એક વૃક્ષ વાવ્યું હોય તો આપણાં તમામ ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ દક્ષિણ ભારતનાં નયનરમ્ય પ્રવાસ સ્થળો જેવી સુંદર લાગત ..પણ અ માટે આપણે વૃક્ષનાં પાંદડાં કચરો નથી એ માનવું પડશે. આંખ આંજી નાખતા બ્લોક એ શોભા નથી એ સ્વીકારવું પડશે.
પશ્ચિમના દેશોમાં સતત વરસાદને કારણે તેમણે રસ્તા અને જાહેર સ્થળોમાં બ્લોક નાખ્યા છે સાથે તેમણે વૃક્ષોને પણ સાચવ્યાં છે. ઇવન મુંબઈમાં રસ્તા બનાવવામાં પણ વૃક્ષો સાચવવામાં આવ્યાં છે તે મુંબઈ જાવ તો અનુભવાય. ગુજરાતમાં ખાસ તો ઉત્તર ભાગમાં શહેરોમાં વૃક્ષો સતત ઘટતાં જાય છે. સરકાર ઈચ્છે તો સોસાયટી ,સ્કૂલો, કોલેજો અને ધાર્મિક જગ્યાઓ પર સામુહિક વૃક્ષારોપણ કરી શકે છે. સાથે સાથે શહેરના રાજમાર્ગો પર બિલ્ડીંગમાં બહારની બાજુએ લગતા કાચ પર પ્રતિબંધ મૂકી શકે છે. કાચનો પરતાપો ગરમીને બે ગણી ચાર ગણી કરે છે.
આપણે આપણાં કર્મોનું ફળ ભોગવીએ છીએ. દરેક ઘર ઓફિસમાં લાગેલું એસી ગરમ હવાને બહાર ફેંકે છે એટલે ધનિકોની ટાઢક ગરીબોની ગરમી વધારે છે. ગુજરાતમાં પડેલી અસહ્ય ગરમી એ ચેનલોના સમાચાર અને ઉચ્ચ મધ્યમ વર્ગની વોટ્સેપ ચર્ચાનો વિષય માત્ર નથી. એ ફૂટપાથ પર ધંધો કરનારા અને રોજી રળનારાં અનેક લોકોનો જીવન પ્રશ્ન છે. હવે તો દક્ષિણ ગુજરાતમાં પણ વૃક્ષો કપાઈ રહ્યાં છે. આ ચિંતાનો વિષય છે. ગ્લોબલ વોર્મિંગના બહાનાં પાછળ આપણાં પાપ સંતાડી શકાશે નહિ. વહેલામાં વહેલી તકે માનવસર્જિત ગરમીનો ઉકેલ શોધવો પડશે.
હમણાં એક શિક્ષણ સંસ્થામાં જવાનું થયું. ત્યાંના સંચાલક સભ્ય સંસ્થાનું કેમ્પસ બતાવી રહ્યા હતા. ઉપર લખ્યું તેમ આખી સંસ્થાના વિશાલ મેદાનમાં બ્લોક લાગેલા હતા અને નાના નાના છોડ વૃક્ષો માત્ર શોભા આપી રહ્યાં હતાં. અમે હજુ બોલવાના જ હતા કે આટલી વિશાળ જગ્યામાં વૃક્ષો વાવો તો આ શૈક્ષણિક કેમ્પસ કેવું હર્યુંભર્યું લાગે ત્યાં તો સંચાલક શ્રી ગૌરવ સાથે બોલ્યા ”એક પણ છોડ કે ઝાડ એવું નહિ વાવવાનું કે ગાય બકરી ખાઈ શકે અને કોઈ વાહન પાર્કિંગ કરી શકે !…”જ્યાં માનસિકતા જ આ હોય ત્યાં શું કરવાનું ..ગ્રામમાતા કવિતા યાદ આવી ગઈ. દયાહીન થયો નૃપ ..રસહીન થઇ ધરા
આપણા દેશની આ કમનસીબી છે કે આપણે સમસ્યાઓ જાણીએ છીએ છતાં વર્તન તે સમસ્યા ઓછી થાય તેવું કરવાને બદલે સમસ્યા વિકરાળ થાય તેવું કરીએ છીએ. આ મે મહિનામાં જે ગરમી સહન કરી તેના વિષે જૂન આવતાં જ આપણે ઉપેક્ષા કરવા માંડીશું. આવતા મે માસમાં આવડી ગરમી ના પડે તે માટે આયોજન નહિ કરીએ. જેમ કે આવનારા વરસાદ માટે પણ કોઈ આયોજન નથી કર્યું. આ બ્લોકને કારણે પાણી જમીનમાં ઉતરવાનું નથી, પાણીનાં તળ ઊંચાં આવવાનાં નથી ,જમીન ઝડપથી ઠરવાની નથી અને શહેરોમાં ઠેર ઠેર પાણી ભરાવાના છે. આપણી પુરાણ કથાઓમાં એક રાક્ષસ હતો. નામ હતું ભસ્માસુર ..યાદ છે. શું આપણે પણ આપણા વિનાશનું આયોજન નથી કરતા?.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.