નવી દિલ્હી (New Delhi): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ઘણા ચાહકો અને ખુદ ખેલાડીઓને આંચકો લાગે એવા સમાચાર આવ્યા છે. જાણવા મળ્યુ છે કે તાજેતરમાં BCCI એ જે ફિટનેસ ટેસ્ટ યોજી હતી તેમાં એવા છ ખેલાડીઓ ફેલ ગયા છે જેમને IPL મેચના સ્ટાર પ્લેયર્સ ગણવામાં આવે છે. મેચના આ ગેમ ચેન્જર ખેલાડીઓ (game changer players) ટેસ્ટમાં ફેલ (fail) જવાથી આ મુદ્દો મોટો બની ગયો છે.
BCCIના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ વિકેટકીપર સંજુ સેમસન, ઇશાન કિશન, મિડલ રેન્જ બેટ્સમેન નીતીશ રાણા, લેગ સ્પિનર ઓલરાઉન્ડર રાહુલ તેઓટીયા, પેસમેન સિદ્ધાર્થ કૉલ અને જયદેવ ઉનાદકટ આ ટેસ્ટમાં પાસ થયા નથી. બેંગલોરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં યોજાયેલી આ ટેસ્ટ 2 કિમીની રેસ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે આવી ટેસ્ટ પહેલીવાર યોજાઇ છે. બીજી બાજુ એવા પણ અહેવાલ મળી રહ્ય છે કે જે ખેલાડીઓ આ ટેસ્ટ પાસ નથી કરી શક્યા તે દરેકને BCCI બીજો મોકો આપશે એટલે કે તેમના માટે આ ટેસ્ટ બીજીવાર યોજાશે.
BCCIના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો ખેલાડીઓ ટેસટના બીજા રાઉન્ડમાં પણ ફેલ જાય તો તેમની ઇંગ્લેન્ડ સામેની T-20 વનડે સિરીઝમાં મેચમાં પસંદગી થવી મુશ્કેલ છે. જણાવી દઇએ કે 2018 માં સંજુ સેમસન, મોહમ્મદ શમી અને અંબાતી રાયડુ યો-યો પરીક્ષણમાં નિષ્ફળ ગયા, ત્યારબાદ તેમને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટૂંકી ફોર્મેટ ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા જઇ આવેલી ભારતીય ટીમમાં ટી -20 વિકેટકીપર સંજુ સેમસન હતો, પરંતુ કેરળનો આ વિકેટકીપર અને બોલર સારૂં પ્રદર્શન આપવામાં નિષ્ફળ ગયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, “પરીક્ષણ કરાયેલા તમામ 20 ખેલાડીઓની ગણતરી ઇંગ્લેન્ડ સામેની ટી -20 અને વન-ડે સિરીઝમાં તેમજ આ વર્ષના અંતમાં ટી -20 વર્લ્ડ કપ ટીમ માટે કરવામાં આવે છે.” આ વિશેષ ટેસ્ટમાં 2 કિ.મી. દોડની કસોટી તેમજ યો-યો પરીક્ષણ (Yo-Yo Test) શામેલ છે. આ પરીક્ષણમાં બેટ્સમેન, વિકેટકીપર અને સ્પિનરે 8 મિનિટ 30 સેકંડની અંદર 2 કિ.મી. જ્યારે ઝડપી બોલરે આ જ દોડ 8 મિનિટ 15 સેકન્ડમાં પૂર્ણ કરવાની છે. પરીક્ષણમાં છ ખેલાડીઓ નિષ્ફળ ગયા, બાકીના લોકો શક્ય તેટલી વહેલી તકે રેસ પૂર્ણ કરવામાં સમર્થ હતા.