ફ્રાન્સની ચૂંટણીઓ ભારતીય પ્રણાલીથી થોડી અલગ છે. ભારતમાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળે તેને તે બેઠક પર વિજેતા જાહેર કરવામાં આવે છે. પરંતુ ફ્રાન્સમાં, મતદાનની બે-રાઉન્ડ સિસ્ટમ અસ્તિત્વમાં છે. જો કોઈ ઉમેદવાર ઓછામાં ઓછા ૫૦ ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય, તો તે બેઠકો પર બીજી વખત મતદાન યોજવામાં આવે છે. ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં, મરીન લે પેનની આગેવાની હેઠળના NRએ સૌથી વધુ મતો મેળવ્યા હતા, પરંતુ ૨૮૯ બેઠકો પર કોઈ સ્પષ્ટ વિજેતા ન હોવાથી બીજો રાઉન્ડ, ૭ જુલાઈએ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ન્યૂ પોપ્યુલર ફ્રન્ટને ૨૬ ટકા મત મળ્યા હતા તેની સરખામણીમાં NR ૩૭ ટકા વોટ શેર સાથે ફરીથી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. મેક્રોનની આગેવાની હેઠળના કેન્દ્રવાદીઓનો ૨૨ ટકા વોટ મળ્યા હતા. જો કે, બંને રાઉન્ડમાં મોટો વોટ શેર હોવા છતાં, NR જરૂરી બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું.
શું ફ્રેન્ચ ચૂંટણીમાં ડાબેરીઓ જીત્યા? ના. સંપૂર્ણ બહુમતી મેળવવા માટે, પાર્ટી અથવા ગઠબંધનને નેશનલ એસેમ્બલીની ૫૭૭ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૨૮૯ બેઠકો મળવી જરૂરી છે. મત ગણતરી પછી ત્રણ ગઠબંધન ટોચ પર ઉભરી આવ્યાં હતાં, પરંતુ તે બધા બહુમતીથી દૂર છે. ન્યુ પોપ્યુલર ફ્રન્ટ (NFP), ડાબેરી અને પર્યાવરણીય પક્ષોના ગઠબંધને સૌથી વધુ ૧૮૮ બેઠકો જીતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની આગેવાની હેઠળનું કેન્દ્રવાદી ગઠબંધન એન્સેમ્બલ ૧૬૧ બેઠકો સાથે બીજા ક્રમે છે. જ્યારે જમણેરી નેતા મરીન લે પેનની આગેવાની હેઠળના નેશનલ રેલી (RN) અને તેના સાથીઓએ ૧૪૨ બેઠકો જીતી. આમ, ડાબેરી પક્ષોના જોડાણે બીજા રાઉન્ડના મતદાન પછી સૌથી વધુ બેઠકો જીતી છે અને ફ્રાન્સના જમણેરીઓને સત્તાથી દૂર રાખવામાં સફળ રહ્યું છે. પરંતુ કોઈ પણ એક રાજકીય પક્ષ અથવા પક્ષોના જોડાણને સ્પષ્ટ બહુમતી મળી નથી એટલે ફ્રાન્સમાં ત્રિશંકુ સંસદનું નિર્માણ થયું છે અને ગઠબંધન અથવા રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધન સરકારની રચના કરવાની જરૂર પડશે.
ચૂંટણીનાં આ પરિણામોના મૂળમાં ઘણાં બધાં પરિબળો છે, જેમાં યુક્રેન યુદ્ધની અસરો, મોંઘવારી, બેરોજગારી તેમજ સરકારનું વધતું જતું દેવું તો કારણભૂત છે જ પણ યુરોપમાં ચિંતાજનક રીતે વધી રહેલી ઇમીગ્રન્ટ્સની સંખ્યા અને જે તે દેશનાં મૂળ યુરોપિયનોનું લઘુમતીમાં આવી જવું, અંતિમવાદી વિચારસરણી ધરાવતાં કેટલાંક સ્થળાંતરિત જૂથો વધુ ને વધુ મજબૂત બની પોતાની પકડ વિસ્તારતા જાય તેમજ કાયદો-વ્યવસ્થાને પણ પડકાર ફેંકે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ આજની આ સ્થિતિના પાયામાં જણાય છે.
યુરોપમાં એક ઉક્તિ છેઃ ‘વેન ફ્રાન્સ સ્નિઝીસ, યુરોપ કેચીસ અ કોલ્ડ’ એટલે કે જ્યારે ફ્રાન્સને છીંક આવે યુરોપને શરદી થઈ જાય. ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામો બાજી બદલનારાં છે. કોઈએ પણ પરિણામોની અપેક્ષા રાખી નહોતી. આવાં અણધાર્યાં પરિણામોથી ફ્રાન્સમાં ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી છે. ફ્રાન્સની સંસદનો કાર્યકાળ ૨૦૨૭માં પૂરો થવાનો હતો પણ રાષ્ટ્રપતિ મેક્રોને સમય પહેલાં સંસદભંગ કરીને મોટો જુગાર ખેલ્યો હતો, જે સફળ થયો નથી. ચૂંટણી પરિણામો બાદ ફ્રાન્સના રાજકારણમાં અનિશ્ચિતતાનું ચિત્ર ઊભું થયું છે.
મેક્રોનનું ગઠબંધન બીજા સ્થાને છે અને જમણી પાંખ (NR) ત્રીજા સ્થાને છે. કુલ ૫૭૭ બેઠકો ધરાવતી નેશનલ એસેમ્બલીના નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી ૨૮૯ બેઠકોની નજીક કોઈ પણ આવી શક્યું નથી. બીજા સ્થાને રહેલા મેક્રોનના જોડાણને ૧૬૮ બેઠકો મળી છે. આમ થવાને કારણે હવે મેક્રોન કિંગમેકર બની ગયા છે. કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી એટલે વડા પ્રધાનપદ માટેના દાવેદાર તરીકે કોઈ સામે આવ્યું નથી. સરકાર રચવા માટે ડાબેરીઓ કે જમણેરીઓએ મધ્યમમાર્ગી મેક્રોનની પાર્ટીને સાથે લેવી પડશે. નેશનલ એસેમ્બલીનું સત્ર ૧૮ જુલાઈથી શરૂ થાય છે તે જોતાં અત્યારે મેક્રોન કિંગમેકર બની ગયા છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.