ડભોઇ: ડભોઇની ઐતિહાસિક ધરોહર સમાન મુખ્ય બજાર માં આવેલ ટાવર ની હાલત ખખડધજ થઈ રહી છે.તંત્ર દ્વારા સમયસસર સમારકામ ના અભાવે દિવસે ને દિવસે ટાવર બિલ્ડીંગ ની હાલત ખરાબ થઈ રહી છે જે પૈકી આજ રોજ ટાવર પોલીસ ચોકી પાસે ટાવર બિલ્ડીંગ પર થી પ્લાસ્ટર ના પોપડા પડ્યા હતા.સદનસીબે નીચે કોઈ ઉભું ન હોવાથી કોઈને હાનિ થઈ ન હતી.ટાવર ખાતે એક લાયબ્રેરી તથા ઘણા બધા ભાડુઆત ની દુકાનો આવેલી છે છતાં ઇમારત ને સમારકામ કરવાની તંત્ર એ તસ્દી લીધી ન હતી.આ ઉપરાંત જે લોકો ની દુકાન ટાવર ની ઇમારત માં નથી તેવી દુકાનો ના પણ ભારદાર હોર્ડિંગ ટાવર ની ઇમારત પર વર્ષો થી લાગેલા છે જે ને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હટાવી લેવા લોક માંગ ઉઠવા પામી છે.
આ સાથે જ ટાવર ની ઉપર આવેલ ઘડિયાળ કે જે ક્યારેય સાચો સમય નથી બતાવતી તેને પણ સમારકામ ની જરૂરત છે. ગાયકવાડી જમાના ની ઇમારત ની ખખડધજ હાલત જોઈ નગરજનો માં ગુસ્સો જોવા મળી રહ્યો છે.ઐતિહાસિક ઇમારત નું સમારકામ તો દૂર તંત્ર તેને સાચવી પણ રાખે તો ઘણું.આગામી દિવસો માં ચોમાસુ આવનાર છે.