Charchapatra

કચરા ગાડીઓના કારણે સુરતમાં થતી અકસ્માતોની ગંભીર સમસ્યા

સુરત મહાનગરપાલિકાના ઘણા વિસ્તારોમાં વારંવાર કચરા ગાડીઓના કારણે અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. આ વાહનો નાગરિકોના જીવનને જોખમમાં નાખી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ સીધા જ ડ્રાઈવરો સાથે વાતચીત કરીને તપાસ કરી હતી. પુછપરછ દરમિયાન ડ્રાઈવરોનું કહેવું હતું કે આ બેટરી સંચાલિત ગાડીઓ હોવાથી ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર નથી. પરંતુ વધુ કડક પુછપરછ કરતાં કેટલાકે સ્વીકાર્યું કે તેમની પાસે કોઈ લાયસન્સ નથી. સાથે જ જવાબદારી કોન્ટ્રાક્ટર (શેઠ) પર મૂકવામાં આવી હતી.

આ ઉપરાંત, નાગરિકોની નોંધ મુજબ ઘણા ડ્રાઈવરો નશાની હાલતમાં વાહન ચલાવતા જોવા મળ્યા છે, જે અત્યંત ગંભીર ચિંતા અને નાગરિકોની સુરક્ષા માટે ખતરો છે. જવાબદાર નાગરિક તરીકે સુરત મહાનગરપાલિકાને અપીલ કરીએ છીએ કે દરેક ડ્રાઈવર પાસે માન્ય લાયસન્સ હોવું ફરજિયાત બનાવવું. નશાની હાલતમાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવી. કોન્ટ્રાક્ટરોની જવાબદારી સ્પષ્ટ કરી નિયમિત ચેકિંગની વ્યવસ્થા કરવી. નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. સુરત શહેરમાં આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ ન બને, તે માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાં અતિ આવશ્યક છે.
પર્વત ગામ, સુરત       – આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top