અમારા સમયના માસ્તર ( મા કરતાં પણ જેનું સ્તર ઊંચું હતું તેવા )શિક્ષક કેટલા દીર્ઘદ્રષ્ટા હતા તે વાતની સમજણ આજે પડે છે. સજા નં (૧ ) બાંકડા ઉપર ઊભા કરવામાં આવતા. રહસ્ય : તમારા વ્યકતિત્વની ઊંચાઇ વધારો જિંદગીમાં કંઈક બનવા મોટા સ્વપ્ન જુઓ. સજા નં (૨ )હાથ માથા ઉપર ઊભા કરી ઊભા રહો.રહસ્ય : ઊંચું ધ્યેય રાખો અને આગળ વધો.સજા નં (૩ )દીવાલ સામે મોઢું રાખી ઊભા રહો. રહસ્ય : આત્મનિરીક્ષણ કરો.સજા નં ( ૪ )ક્લાસની બહાર ઊભા રહો.રહસ્ય : ચાર દીવાલોમાંથી બહારના જગતને જુઓ,અનુભવો.સજા નં ( ૫ ) પંચાંગ પ્રણામ ( ગોઠણ, કોણી, માથું જમીનને અડવાં ) .રહસ્ય : જિંદગીમાં નમ્રતા લાવો. સજા નં.
( ૬ )મુર્ગો બનો . રહસ્ય :શરીરની સહનશક્તિ વધારો .સજા નં ( ૭ ) બ્લેક બોર્ડને સાફ કરવાની, રહસ્ય: જીવનના સારા માઠા પ્રસંગ ભૂલો, નવી શરૂઆત કરો. સજા નં ( ૮ ) મોઢા ( હોઠ ) ઉપર આંગળી રાખો .રહસ્ય : પોતાની બડાઈ ઓછી અથવા કરો જ નહીં .સજા નં ( ૯ ) કાન પકડી ઊભા રહો રહસ્ય. : ધ્યાનથી સાંભળી ગ્રહણ કરો.સજા નં (૧૦ ) પગના અંગૂઠા પકડો .રહસ્ય : કોઈ વાળે તેમ વળો.સજા નં ( ૧૧ ) પાઠ કે ઘડીયો દસ કે વધારે વાર લખવો .રહસ્ય : પાકે પાકું યાદ રાખવા સાથે યાદદાસ્ત વધારો. સજા નં ( ૧૨ ) નિશાળ છૂટ્યા પછી પણ ઊભા રહેવાનું .રહસ્ય : આંધળી દોટ ન મૂકો અને વિશિષ્ટ વ્યક્તિ બનો. મને લાગે છે મારા શૈક્ષણિક જીવનમાં જે શિક્ષા,દીક્ષાનો વૈભવ મેળવ્યો તે આજે કોઇને ક્યાં સુલભ છે. અગાઉના શિક્ષણ અંગે વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ ઘણું બધું શીખવાડી જાય છે.
સુરત – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.