Charchapatra

જાપાનની શક્તિનું રહસ્ય બુદ્ધનો ધર્મ છે

જાપાન ઉપર વિશ્વયુદ્ધમાં બે પરમાણું બોંબ ઝીંકાયા તેથી તબાહ થઇ ગયા પણ આજે વિશ્વના ટોચના ચીન, અમેરિકા અને ઇંગ્લેન્ડના દેશો પણ આશ્ચર્ય મુદ્ર થઈ જાય એવી પ્રગતિ કરી શકયું છે. તેનું કારણ એ દેશ પાળે છે તે બુદ્ધનો ધર્મ છે ભારતમાંથી જાપાનમાં ગયેલાં બૌદ્ધભિક્ષુ બોધિધર્મની પ્રતિકૃતિ સમી ડારૂમાં ઢીંગલી જાપાનીઓની કોઇપણ સંજોગોમાં અડગ રહીને સતત કાર્ય કરવાની ઓલિમ્પિક ગેમનો ભવ્ય મહોત્સવ પ્રગતિ અને આજે આયોજિત કરેલો ઓલિમ્પિક ગેમનો ભવ્ય મહોત્સવ તેમની કર્તવ્ય નિષ્ઠા, શિસ્ત, સંયમ, દેશપ્રેમ અને માનવપ્રેમનો પ્રબળ પૂરાવો છે. બુદ્ધનો ધર્મ મૂળમાં ભારતીય ધર્મ છે.

આજથી લગભગ 3500 વર્ષ પહેલાં ભારતમાં આવેલાં આર્યોએ ભારતમાં પોતાની સત્તા, સંપત્તિ અને ઐશ્વર્ય કાય માટે જમાવી રાખવા માટે અને વિના પરિશ્રમની આજીવિકાના ગોરખધંધાઓ કાય માટે ચાલુ રાખવા માટે ભારતમાંથી એના મહાન અને વિશ્વશ્રેષ્ઠ બુદ્ધના ધર્મની હકાલપટ્ટી કરી પોતાના સ્વવિનાશકારી વર્ણવ્યવસ્થાધર્મની સ્થાપના કરી આજે વિશ્વના 42 દેશોમાં બુદ્ધનો ધર્મ મુખ્યધર્મ છે અને 123 દેશોમાં એનું સ્થાન છે. એ બુદ્ધના ધર્મમાં રહેલ માનવપ્રેમ અને વૈજ્ઞાનિકતાનું પ્રમાણ છે. એ બુદ્ધના ધર્મમાં રહેલા માનવપ્રેમ અને વૈજ્ઞાનિકતાનું પ્રમાણ છે. ઇશ્વરીય કહેવાતા વર્ણવ્યવસ્થાધર્મનું સ્થાન ભારતના અમુક વર્ગમાં જ માત્ર ગૌરખધંધા પાપી પેટ ભરવાના પ્રપંચો પૂરતું મર્યાદિત છે.

ભારતની સરકાર જો રમત-ગમતના ક્ષેત્રમાં સમાનતાથી બધાં જ યુવાનોને સમાન સગવડ પ્રોત્સાહન, પ્રેમ અને ઉત્સાહ આપે તો ભારતની અનાર્ય પ્રજાઓ ઓલિમ્પિક રમતોત્સવમાં ઘણાં મેડલો જીતી લાવે એમ છે. પરંતુ અનાર્યો વર્ણવ્યવસ્થામાં શૂદ્ર હોવાથી એમને વિશ્વકક્ષાનું માન-સન્માન અને પૈસો મળે એવું ભારતની શાસક આર્ય પ્રજા ઇચ્છતી નથી. અલબત્ત ટોકિયોના છેલ્લા ઓલિમ્પિકમાં ભારતની અને તેના શાસકોની સ્થિતિ થોડી સુધરી છે તે અભિનંદનીય છે.
કડોદ               – એન.વી. ચાવડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top