મનુષ્ય અને મનુષ્યતાની ખોજ અવરિતપણે રહી છે તેવી જ પ્રેમ અને શાંતિની ખોજ રહી છે. કોણ જાણે કેમ તે પ્રાપ્ત કરી શકયો નથી. પ્રેમ અને શાંતિ અર્થે મનુષ્યે શિક્ષણ-રાજનીતિ વિજ્ઞાન અને ધર્મ ઉપર હંમેશ મીટ માંડી છે. શિક્ષણ થકી માણસને સખણો રાખવા મથામણ કર્યા કરે છે. તો રાજનીતિ વડે કાયદાના શાસન વડે માણસને નિયમમાં બાંધ્યો છે, વિજ્ઞાનની તો સમજણ રહી છે કે સાધનો થકી જ માણસ પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરી શકશે.
જયારે ધર્મ સદાચાર આવશ્યકતા સિવાયનાં સાધનનો પરિત્યાગ વિના પ્રેમ અને શાંતિ શકય જ નથી. ધર્મ એ દર્શાવેલ સાધના થકી જ મેળવી શકાશે. વળી વિજ્ઞાને તો સર્વનાશનો શસ્ત્ર સંરજામ પણ મનુષ્યના હાથમાં પકડાવી દીધો. તેના થકી પ્રવર્તી શકે. સાચુકલો પ્રેમ કે ભીતરી શાંતિ તો નહિ જ પમાય. સાચુકલો માર્ગ તો ધર્મમાં હોવાનું જ અનુભવાય છે. જો મનુષ્ય સમજે એ વિજ્ઞાનની રાહે સાધનો રવાડે નહિ ધર્મ સૂચિત સદાચાર અને પરિત્યાગની સાધના માર્ગે જીવનને દોરી જવું પડશે તે નક્કી.
નવસારી – ગુણવંત જોષી- – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હેતા ભૂષણની કોલમ ઘણી પ્રેરણાદાયી છે
એક અઠવાડિયા પહેલાં હેતા ભૂષણના ચાર્જિંગ પોઈન્ટ કોલમમાં એક ખૂબ ઉપયોગી વાર્તા આવી હતી. વાત એમ છે કે એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો અને એ ખૂબ દુ:ખી થયેલો દેખાતો હતો. એક સંત તેની પાસેથી પસાર થયા. એ સંતે પેલા વ્યક્તિને પૂછયું, કેમ નિરાશ થઈને બેઠા છો? ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું, મારા ઘરના સૌ મૃત્યુ પામ્યાં છે. મારી પાસે કંઈ જ નથી હું આત્મહત્યા જ કરવા માંગુ છું.
ત્યારે સંતે તેને હિંમત આપતા કહ્યું, તને દુ:ખ મળ્યું ત્યારે તું ફરિયાદ કરે છે પણ તને સુખ મળ્યું ત્યારે તેં ભગવાનને તેં કહ્યું હતું કે તેં મને સુખ કેમ આપ્યું? તેં ભગવાનનો આભાર માન્યો હતો? સંતે તે વ્યક્તિને પ્રેરણા, પ્રોત્સાહન આપ્યા અને તે વ્યક્તિ ફરીથી ઉત્સાહભેર જીવન જીવવા લાગ્યો. લેખિકા હેતા ભૂષણ ઘણી સારી બાબતો એમની કોલમમાં રજૂ કરે છે જે માણસને જીવનમાં ઉપયોગી બને છે તેના દ્વારા માણસને માર્ગદર્શન મળે છે. તેમને સુંદર વાત રજૂ કરવા બદલ અભિનંદન.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.